Dakshin Gujarat

એવું તો શું થયું કે પરિણીતાએ ઘરમાં રાખેલી 40 જેટલી અલગ-અલગ દવાઓ એક સાથે ગટગટાવી લીધી

પલસાણા: (Palsana) પલસાણા તાલુકાનાં ચલથાણ ખાતે રહેતા દંપતી વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થતાં પત્નીએ (Wife) ઘરમાં રહેલી 40 જેટલી એલોપેથીક દવા (Medicine) એક સાથે ગટગટાવી લેતા પરણિતાંની તબિયત લથડી હતી, પરણિતા હાલ નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

  • પતિ સાથે બોલાચાલી થતાં પત્નીએ એલોપેથિક દવાની 40 ગોળી પી લીધી
  • ચલથાણની પરિણીતા હોસ્પિટલમાં સારવાર હેઠળ, હાલત નાજુક

મળતી માહિતી અનુસાર પલસાણા તાલુકાના ચલથાણ ગામે આવેલ વિવેકાનંદ સોસાયટીના બંગલા નંબર 75માં રહેતા રાકેશસિંગ તોમરના પુત્ર નીતીશસિંગના લગ્ન 4 વર્ષ પહેલાં પુનમ નામની યુવતી સાથે થયા હતા. લગ્ન બાદ છેલ્લા કેટલાક સમયથી પતિ-પત્ની વચ્ચે સામાન્ય બાબતોમાં ઘર કંકાસ થતો હતો. રવિવારે મોડી સાંજે આ બાબતને લઈ પૂનમે ઘરમાં મુકેલી અલગ અલગ 40 જેટલી એલોપેથીક દવાની ગોળીઓ ગટગટાવી લીધી હતી જેની જાણ પતિ નિતેશને થતા તાત્કાલિક નજીકની સંજીવની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી. હાલ પૂનમની તબિયત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. ઘટના અંગે કડોદરા પોલીસે જાણવાજોગ ફરિયાદ દાખલ કરી તપાસ હાથધરી છે.

બિહારથી આવેલા યુવક પાંચ જ દિવસમાં સગીરાને પ્રેમજાળમાં ફસાવી ભગાડી ગયો

પલસાણા: પલસાણામાં પરિવાર સાથે રહેતી 12 વર્ષીય સગીરાને તેની બહેનપણીના ઘરે દિલ્હીથી આવેલો યુવક લગ્નની લાલચે ભગાડી ગયો હતો. સગીરાના પિતાએ યુવાન વિરુદ્ધ અપહરણની ફરિયાદ નોંધાવી હતી.
પલસાણાના મેઘ પ્લાઝા પાસે આવેલા સૂર્યમ પેલેસમાં દિલ્હીથી તેની માસીને ત્યાં રહેવા આવેલો સુંદર મહેશ શાહુ (મૂળ.રહે, છછાબલિયા, જી.મધુબન, બિહાર) ગત.તા.૨૩ ડિસેમ્બરના રોજ બપોરે 1:30 વાગ્યાના અરસામાં તેની માસીની દિકરીની 12 વર્ષીય બહેનપણીને ભગાવી ગયો હતો. આ યુવક દિલ્હીથી ચાર પાંચ દિવસ અગાઉ જ આવ્યો હતો અને ત્યારથી આ સગીરાની સાથે મિત્રતા કેળવી ભગાડી ગયો હતો. સગીરાના પિતાએ સગાસંબધીને ત્યાં શોધખોળ કરી પરંતુ કોઈ ભાળ મળી ન હતી. ત્યારબાદ રવિવારે પાડોશમાં રહેતા યુવક ઉપર સુંદરે ફોન કરી જણાવ્યું હતું કે ‘અમે બંને લગ્ન કરવાના છે’ તેમ કહી ફોન કટ કરી દીધો હતો. જેથી યુવકે સગીરાના પિતાને આ અંગે જાણ કરી હતી. ત્યારબાદ સગીરાએ પિતા સાથે ફોન વાત કરતાં જણાવ્યુ હતું કે ‘સુંદર મને તેની સાથે લગ્ન કરવા માટે લઈ ગયો છે.’ એમ કહી ફોન કટ કરી નાંખ્યો હતો. કિશોરીના પિતાએ આ અંગે યુવક વિરુદ્ધ પલસાણા પોલીસ સ્ટેશનમાં અપહરણનો ગુનો નોંધાવ્યો હતો.

Most Popular

To Top