Gujarat

રાજ્યમાં 23 જાન્યુઆરીથી ધોરણ 3થી 12ના વિદ્યાર્થીઓની ઓનલાઇન પરીક્ષાઓ લેવાશે

ગાંધીનગર (Gandhinagar): કોરોના આવ્યા પછી એવો સમય આવ્યો કે જેમાં અચાનક બધી જ વસ્તુ ઓનલાઇન થઇ ગઇ. ફૂડ ડિલીવરી ઓનલાઇન, કરિયાણુ ઓનલાઇન, સગા સંબંધીઓને મળવાનું ઓનલાઇન, ઑફિસ ઓનલાઇન, ભણતર ઓનલાઇન, ત્યાં સુધી કે આ કપરા સમયમાં ઘણા લોકોએ પોતાના અત્યંત નજીકના અંતિમ સંસ્કાર પણ ઓનલાઇન જોયા છે. ખેર હવે એ કપરા સમયને યાદ કરવો નથી કારણ હવે કોરોનાની રસી આવી ગઇ છે.

પણ આ ઓનલાઇનની વાત એટલા માટે કરવાની કે વિદેશની વાત અલગ છે પણ ભારતમાં લોકો આટલા ટેક્નો ફ્રેન્ડલી નહોતા. પણ કોરોનાએ તેમને ટેક્નો-ફ્રેન્ડલી કરી દીધા. જો કે ઓનલાઇન શિક્ષણની વાત કરીએ તો એવા એવા કિસ્સા બન્યા છે જ્યાં બાળકો પાસે ઇન્ટરનેટ અને મોબાઇલ ફોનના અભાવ હતા જેને કારણે એમના શિક્ષણનો ભોગ લેવાયો છે. એમાંય વળી ખાનગી શાળા સંચાલકો અને વાલીઓ વચ્ચે આ સમય દરમિયાન ફી મુદ્દે ચાલી રહેલા વિવાદોનો હજી અંત આવ્યો નથી. એટલે એ તો સમજી જ લેવું કે એકલા આ કારણને લીધે પણ ઘણા વિદ્યાર્થીઓનું ભણતર અટવાયું છે.

સમાચાર આવ્યા છે કે રાજ્યના શિક્ષણ વિભાગે બાળકોની પરીક્ષાઓને લઇને એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. શિક્ષણ વિભાગના નિર્ણય મુજબ રાજ્યમાં ધો. 3થી 12ના વિદ્યાર્થીઓની ઓનલાઇન પરીક્ષાઓ લેવાશે. જણાવી દઇએ કે રાજ્ય સરાકરે એક નંબર આપ્યો છે- 8595524523. આ નંબર પર વિદ્યાર્થીઓએ પોતાના માતા પિતાના મોબાઇલ ફોનથી પોતાની અને શાળની વિગતો મોકલી આપવાની રહેશે. ત્યારપછી આ નંબર પરથી વિર્દ્થીઓને 10 MCQ સવાલ પૂછાશે જેનો જવાબ તેમણે વોટ્સએપ મેસેજથી જ આપવાનો રહેશે.

મળતી માહિતી મુજબ રાજ્યમાં ધો. 3થી 12ના વિદ્યાર્થીઓની 23 જાન્યુઆરીથી આ રીતે ઓનલાઇન પરીક્ષાઓ લેવાશે. જાણવા મળ્યુ છે કે હાલમાં તો એક અઠવાડિયે ફક્ત એક જ વિષયની પરીક્ષા લેવાશે. તા.23ના રોજ ધો.3 અને 4માં ગુજરાતીનું પેપર લેવાશે. ફેબ્રુઆરી મહિના સુધી આ કસોટી લેવાશે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top