Charchapatra

પુનર્જન્મ જેવું હશે?

કહેવાય છે કે અનેક દેહો ધારણ કર્યા પછી મનુષ્ય દેહ પ્રાપ્ત થાય છે. મનુષ્ય દેહ ધારણ કર્યા પછી પણ પૂર્વ જન્મનાં લક્ષણો વર્તમાન મનુષ્ય દેહધારીમાં જોવા મળતાં હોય એવું અનુભવાઈ રહ્યું છે. આથી જ શકય છે કે આપણે વધારે પડતી ઉછળકૂદ કરનારાને કપિરાજ સાથે સરખાવીએ છીએ તો વધારે પડતું હાઉ હાઉ કરનારાને શ્વાન સાથે જે ભીતરથી મજબૂત હૈયું ધરાવતાને સિંહ સાથે તો મૂર્ખતાભર્યું જ વર્તન કરતા હોય.

તેને વૈશાખનંદન સાથે તો જે વધારે પડતું લુચ્ચું હોય તેને શિયાળ સાથે તો ઢોંગ કરનારાને બગલા ભગત કહીએ છીએ જે સ્વભાવે ગરીબ હોય તેને ગાય સાથે તો અખૂટ શારીરિક બળ ધરાવનારને આખલા સાથે તો અનેક રીતે વાંકા જ હોય તેને ઊંટ સાથે જે અન્યને ફોલી ફોલીને ખાય છે તેને મૂષક સાથે સરખામણી થતી રહેતી હોય છે. આ બાબત થકી લાગે છે કે પૂર્વજન્મ અને પુન:જન્મ જેવું કશુંક અવશ્ય હોવું ઘટે. આપણે માનીએ કે નહિ માનીએ, પણ વાતમાં કંઇક તથ્ય ખરું. નવસારી  – ગુણવંત જોષી  -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top