Columns

કદી વિચાર આવ્યો છે રાજા દશરથના યુગમાં ન્યૂઝ ચેનલો ચાલતી હોત તો સમાચાર કેવા હોત?

એક વાર દશરથ રાજા યુધ્ધ કરવા ગયેલા. રાણી કૈકેયી પણ રથમાં સાથે બેસી ગયેલ. રાજા ખરેખર યુધ્ધમાં જાય છે કે મૃગયા કરવા જાય છે તેની ખાતરી કરવા રાણી કૈકેયી રથમાં બેસી ગયેલ. રથનું મેઇન્ટેનન્સ થયું નહીં હોય. ચાલુ યુધ્ધ દરમિયાન પૈંડાંનો ખીલો નીકળી ગયો. કૈકેયીએ આફતને અવસરમાં ફેરવી દીધી. કૈકેયીને જયાંત્યાં આંગળા કરવાની ટેવ હશે તે આ વખતમાં કામ લાગી! કૈકૈયીએ ફટ દઇને પૈંડામાં ખીલાની જગ્યાએ આંગળી ભરાવી દીધી! તેની આંગળીને કવચ હશે કે કેમ? યુધ્ધ પૂરું થયું. રાજા દશરથને આ બીનાની ખબર પડી. રાજા દશરથે ખુશ થઇને કૈકૈયીને વરદાન માંગવા કહ્યું. કૈકૈયીએ કોર્ટની જેમ મુદત પાડીને ભવિષ્યમાં વરદાન માંગશે તેમ દશરથ રાજાને કહ્યું. એ સર્વવિદિત છે કે જૂના જમાનામાં નારી, રાણી વીફરે, કોઇ વાતે વાંકું પડે, નારાજ થાય એટલે નારાજગી, ક્રોધ, ગુસ્સો, આક્રોશ પ્રદર્શિત કરવા પગ પછાડતી, ધરણી ધ્રુજાવતી, ઘરેણાં ફેંકતી, રોતીકકળતી કોપભવન તરીકે ડીઝાઇન કરેલ મહેલ કે કક્ષમાં જતી રહેતી.

એ જમાનામાં રાણીઓ રીસાય એટલે કોપભવન નામે ઓળખાતા મહેલમાં ચાલી જતી અને ત્યાં ગુસ્સો ઉતારતી. રીસાયેલી રાણીને મનાવવા રાજાએ કોપભવન જવું પડતું. આ કોપભવનનું આધુનિક નામ છે એન્ગર રૂમ- રેઝ રૂમ-બ્રેકરૂમ. દુનિયાભરમાં, ભારતમાં પણ એવા એન્ગર રૂમ ખૂલ્યા છે જેમાં જઈને લોકો ચીજોની તોડફોડ કરીને પોતાના ક્રોધને શાંત કરે છે, અલબત્ત, નાણાં ચૂકવીને જ. જૂના જમાનામાં રાણીઓ પફ, પાવડર, લિપસ્ટિક, ઝોમેટામાંથી પિત્ઝા મંગાવવા કે આસોપાલવમાંથી પટોળા કે તનિસ્કમાંથી આભૂષણો લેવા માટે ઇન્ડેન્ટ ભરતી. ઇન્ડેન્ટ પર પ્રોસેસ ન થવાના કારણે કે પોતાના અસ્તિત્વની રાજા પાસે નોંધ લેવડાવવા કોપભવનમાં જતી રહેતી. કોપભવન અલાયદી ઇમારત હતું કે મહેલનો ભાગ હતું તેનો ઉલ્લેખ મળતો નથી. તેમાં કેસેટ કે સ્પ્લીટ કે વિન્ડો AC કે એરકુલર હતા, ત્યાં પેન્ટ્રી હતી કે કેમ તેનો ઉલ્લેખ પણ નથી. ત્યાં રાજા સાથે વાત કરવા હોટલાઇન હતી કે લેન્ડલાઇન હતી તેની પણ વિગતો નથી. તેની ડિઝાઇન ગુસ્સો રિલિઝ થાય તેવી હતી તેની પણ વિગતો નથી. એ સમયમાં રાજા રાણીથી ગુસ્સે થઇને કોપભવનમાં જતા કે કેમ તેના કોઇ પૂર્વદ્રષ્ટાંત નથી!

દાસી મંથરાની કાન ભંભેરણીથી ભરમાયેલી રાણી કૈકેયી કોપભવનમાં ચાલી ગઈ. શરીર પરનાં આભૂષણો ઉતારીને તેણે ફેંકી દીધાં. રેશમી વસ્ત્રોની જગ્યાએ જાડાં વલ્કલ પહેરી લીધાં. એ જમાનામાં શેતાનના કારખાના જેવી 24 કલાક અફવા, પ્લાન્ટેડ ન્યૂઝ પીરસતી, ન્યૂઝને બદલે વ્યૂઝ પીરસતી ન્યૂઝ ચેનલો હોત તો આ સમાચારને કવર કરે તેની ઝલક! સબસે બોગસ ચેનલ : અભી અભી હમારે બિનાધારભૂત સૂત્રોસે મિલી જાનકારી કે મુતાબિક અયોધ્યા કે રાજઘરાનેમેં બવડંર મચા હૈ. તીન ઘંટે પુરાની તાજી સૂચના મિલી હૈ કી મજલી રાની કૈકેયી કે તેવર બદલે બદલે સે નજર આ રહે હૈ!!

પી ચેનલ : હમારે ચીફ ન્યૂઝ એડીટર સુસુધીર ચૌધરીના દાંમ્પત્યજીવનમાં અનબનનું આગવું સૌંદર્ય છે. વિરહની આગમાં તપવું જરૂરી છે. કૈકૈયી કોપભવનમાં જવાથી દશરથ રાજાનું દામ્પત્યજીવન વધુ મજબૂત થશે -અંબુજા સિમેન્ટની જેમ! કૈકેયીના કોપભવન જવાનાં કારણોની તપાસ માટે SITનું ગઠન કરવામાં આવશે તેવું જાણવા મળેલ છે. કહીં મત જાઇએ. લગાતાર અપડેટ કે લીએ દેખતે રહીએ દેશકી નંબર 1 પી ચેનલ આર ચેનલ : ભારત યે જાનના ચાહતા હૈ કે દશરથ કે રાજ મેં યહ કયા હો રહા હૈ? કહાં હૈ દશરથ? દશરથ મેરે સામને આ ઔર મુજસે બહસ કર. કહાં છૂપા હૈ? જો ઇન્સાન અપની રાણી કો-લુગાઇ કો સંભાલ ન શકતા વો ખાક અયોધ્યાકો સંભાલ શકેગા? દશરથ કો મોદીસે શીખના ચાહીએ. વિકાસ ,વિકાસ ,વિકાસ . રામ કો રાજા બનાને સમય આ ગયા હે.આઇ વોન્ટ ડ્રગઝ, આઇ નીડ ડ્રગઝ, મુજે ડ્રગ દો.

ન્યtઝ-૨૦ : અભી અભી ખબર મિલી હૈ કી દશરથ રાજા કી ચહિતી રાણી કૈકૈયી નારાજ હોકર , રુઠકર કોપભવનમાં ચલી ગઇ હૈ. હમારે સંવાદદાતા કોપભવનને દો કિલોમીટર કી દૂરી સે ઘટના સ્થલ પર નજર જમાયે હૂએ, હમે પલ પલ કી ખબર દે રહે હૈ. હમારી જાહેર જાનકારીકે મુતાબિક સારા બવડંર રાજગાદી હથિયાને કી નાકામ કોશિશ હૈ. રાજમહેલ કે પ્રવક્તાને સભી બાતે અફવા હૈ. સૂરજ બરજાત્યાકી ફિલ્મ હમ હમ સાથ સાથ હૈ કી તરહ એકજૂટ હૈ કોઇ મનમુટાવ નહીં હૈ. મંથરા કે ચચેરે ભાઇને નામ ન બતાને કી શરત પર બતાયા હૈ કી અયોધ્યા કે આનેવાલે દિન કઠીન હોગા. કૈકેયી કે હજારવી દાસીને કહા કે રાજકુમાર ભરત કે અચ્છે દિન આનેવાલે હૈ. રામ કે બૂરે દિન આનેવાલે હૈ.

દૂરદર્શન: રાજમહેલ કે સૂત્રોને પતા ચલા હૈ કે રાણી કૈકેયીજી અપને રાજમહેલ સે નિકલ કે કોપભવનમાં ગઇ હૈ . અધિકારિક તૌરપે કોઇ પુષ્ટિ નહીં કી ગઇ હૈ. સેનાપતિને કોપભવન આનેજાને વાલે રાસ્તોકી સુરક્ષા કડી કર દી ગઇ હૈ. લોગો કો અપને અપને ઘરોંમેં રહેને કી હિદાયત દી ગઇ હૈ. હમારા અગલા ન્યુઝ બુલેટિન દોપહર દો બજકર પંદરાહ મિનિટ કો સુનિયે. તબ તક સલમા સુલતાન કો આગ્યા દીજીયે. બ્રેકીંગ ન્યુઝ : રાણી કૈકૈયીને દશરથ રાજાસે અપને દો વરદાન માંગ લીએ. ભરત કો રાજગાદી ઔર રામ કો વનવાસ. રાજા દશરથ બેહોશ?! રાણી કૌશલ્યાને ઇસ કદમ કો સરાસર ગલત બતાવ્યો અને સુપ્રીમમાં કેસ ફાઇલ કરવાની ચીમકી આપી! આ રીતે ચેનલોના બખાળા ચાલુ રહ્યા.
ૐ ગોદી મીડિયાય નમ:
ભરત વૈષ્ણવ

Most Popular

To Top