Charchapatra

પર્યાવરણને આપણે શુધ્ધ થવા દઈશુંજ નહિ

ભલે દુનિયાભરના દેશોના આગેવાનો ભેગા થઈને પર્યાવરણ સુધારા માટેના હાકોરાભર્યા પ્રયાસો કરતા રહે, પણ દુનિયાનું પર્યાવરણ શુધ્ધ થવાનું નથી. કારણકે માણસની પેટ્રોલ કે ડિઝલથી ચાલતાં વાહનોની ઘેલછા ઓછી ક્યારેય થવાની નથી. દુનિયાભરમાં બે-રોકટોક વાહનોનું ઉત્પાદન થયા કરે છે. લોકો એ વાહનો વસાવ્યા કરે છે. આપણે ત્યાં જ્યારે વસતી ઓછી હતી ત્યારે લોકો મોટે ભાગે સાયકલ જેવા વાહનનો ઉપયોગ કરતા રહેતા હતા. વસતી વધતી ગઈ, તેમ તેમ સાયકલો વિસરાવા લાગી. જાત-જાતનાં કારખાનાં ચાલુ થયાં, કારખાનાઓમાં કોલસાની જરૂર પડવા લાગી. મિલો, ડાઈંગ હાઉસો તથા થર્મલ પાવર સ્ટેશનો, કોલસાના બળતણથી ચાલે છે. એ બધાંજ એકમોમાંથી ઝેરી ગેસ હવામાં, છુટતા હોય છે.

આકાશમાં હવે ખૂબ મોટી સંખ્યામાં પ્લેનો ઉડતાં હોય છે અને કાર્બન ડાયોક્સાઈડ જેવા, હાનિકારક વાયુઓ, આકાશમાં છોડતાં રહે છે. આકાશ પણ શુધ્ધ રહ્યું નથી. એ નદીઓમાં આપણે લોકોએ, ગંદાપાણી છોડીને એમને ગંદી ગટરો બનાવી દીધી છે. આપણે અત્યારે જે જગ્યાએ આવીને ઉભા છીએ. ત્યાંથી પાછા હઠવાના નથી. કોલસા વગર આપણા ઉદ્યોગોને ચાલવાનું નથી. આકાશમાં પ્લેનોની દોડા-દોડ, દાંડે દાંડે વધવાની છે. આપણું જળ કે આપણું પર્યાવરણ કંઈ રીતે સુધરશે ?!!
સુરત     – બાબુભાઈ નાઈ -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top