Madhya Gujarat

ચાંદણા ગામની કેનાલમાં ગાબડું પડતાં ખેતરોમાં પાણી ફરી વળ્યાં

ખેડા : ખેડાના ચાંદણા ગામમાંથી પસાર થતી કેનાલ ખેડૂતો માટે આફત બની ગઇ છે. આ કેનાલના કામમાં વેઠ ઉતારવાના કારણે તે તુટી પડી હતી અને પાણી આસપાસના ખેતરમાં પાણી ફરી વળ્યાં હતાં. ચાંદણા ગામના ખેડૂતોના જણાવ્યા અનુસાર, હજુ ત્રણ મહિના પહેલા નવી કેનાલનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. પરંતુ આ કામમાં વ્યાપક ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે. તેનું મુખ્ય કારણ કે કોન્ટ્રાકટર દ્વારા કામમાં વેઠ ઉતારવાના કારણે કેનાલ તૂટી જવા પામી છે. કેનાલના અમુક છેડા પર આરસીસી કામ કર્યું જ નથી. તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

જેના કારણે કેનાલના પાણી સીધા અમારા ખેતરો સુધી પહોંચ્યાં છે. અંદાજિત અમારા ખેતરોમાં કેનાલના પાણીનો નિકાલ નહી થવાથી છેલ્લા 7 દિવસથી અમારા ગામના 20 જેટલાં ખેડૂતોની 50 વીઘા કરતા પણ વધુ જમીનોમાં 2 ફૂટ જેટલાં પાણી ભરાયા છે. અમો તમામ ખેડૂતોએ ડાંગરની રોપણી પણ કરેલી છે. હાલમાં 7 દિવસ થઈ ગયા છે અને હવે જો પાણીનો નિકાલ નહી થાય તો અમારી ડાંગર બળી જશે. પાણીનો નિકાલ નહી થાય તો ખેડા મામલતદારને આવેદન પત્ર આપવામાં આવશે.

Most Popular

To Top