SURAT

સુરત નવી સિવિલમાં કિશોરીની ડિલિવરી બાદ તબીબો પણ આશ્ચર્યમાં મૂકાયા

સુરત: ઓલપાડની (Olpad) એક કિશોરીએ સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) 2 કિલો 200 ગ્રામના બાળકને જન્મ (Born) આપતા તબીબો (Doctor) પણ આશ્ચર્યમાં પડી ગયા હતા. પરિવારે જણાવ્યું હતું કે દીકરી પ્રેમ લગ્ન (Love Marriage) કરી સાસરીમાં રહેતી હતી. એકાએક પેટના દુખાવા બાદ તેને નજીકના દવાખાને સારવાર માટે લઈ જતા સગર્ભા હોવાનું સામે આવ્યું હતું. શ્રમજીવી પરિવારમાં બનેલી આ ઘટના બાદ ગામડાઓમાં કિશોર અવસ્થામાં પણ લગ્ન થઈ જતા હોવાના કિસ્સાઓ વધી રહ્યા હોવાનું કહી શકાય છે. જોકે હાલ કિશોરી અને તેનું બાળક બન્ને તંદુરસ્ત હોવાનું સામે આવ્યું છે.

  • કિશોરીએ 2 કિલો 200 ગ્રામના બાળકને જન્મ આપતા તબીબો પણ આશ્ચર્યમાં
  • એકાએક પેટના દુખાવા બાદ તેને નજીકના દવાખાને સારવાર માટે લઈ જતા સગર્ભા હોવાનું સામે આવ્યું

મિતેષ ભરતભાઇ રાઠોડ (કિશોરીનો પતિ)એ જણાવ્યું હતું કે એક વર્ષથી તેઓ એકબીજાથી પરિચિત હતા. બન્ને એકબીજાના પ્રેમમાં હતા. ઘરે ખબર પડતાં બન્ને પરિવારના 5-5 માણસોએ ભેગા થઈ મંદિરમાં લગ્ન કરાવી આપ્યા હતા. જોકે પત્નીને એકાએક પેટના દુખાવા બાદ CHC માં બતાવવા ગયા ત્યારે ખબર પડી કે પત્નીને 9 માસનો ગર્ભ છે. તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલમાં રીફર કરતા ગાયનેક ડોક્ટરોએ નાની ઉંમરે ને કારણે MLC કરાવડાવ્યું હતું.

કિશોરીના પતિએ વધુમાં જણાવ્યું હતું કે રવિવારની રાત્રે હોસ્પિટલમાં દાખલ થયા બાદ પત્નીએ એક પુત્રને જન્મ આપ્યો હતો. પરિવારમાં પુત્ર જન્મની જાણ થતાં જ ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. એટલું જ નહીં પણ બાળક 2 કિલો ને 200 ગ્રામનું હોવાનું સામે આવતા ડોક્ટરોએ બન્ને તંદુરસ્ત હોવાનું કહ્યું હતું. મિતેષ ગેસ ડિલિવરીના ટેમ્પા પર મજૂરી કામ કરતો હોવાનું અને બન્ને પરિવાર દીકરી-જમાઈનાં લગ્ન બાદ પહેલા બાળકના જન્મ સાથે ખુશ હોવાનું સામે આવ્યું છે.

Most Popular

To Top