Dakshin Gujarat

ઉચ્છલના ટોકરવામાં ઘર આગળ પાંદડાં પડવા જેવી નજીવી બાબતે વૃદ્ધ ઉપર હુમલો

વ્યારા: (Vyara) ઉચ્છલના ટોકરવા ગામે મોટું ફળિયામાં રહેતા ૬૫ વર્ષિય વૃદ્ધને આ જ ગામે (Village) નાના ફળિયામાં રહેતા ઇસમે વૃક્ષનાં (Tree) પાંદડાં પોતાના ઘર આગળ રસ્તા ઉપર પડતાં હોય, આવી નજીવી બાબતે બોલાચાલી કરી લાકડીના સપાટા મારી વૃદ્ધને ગંભીર ઇજા પહોંચાડી હતી. ઉપરાંત જાનથી મારી નાંખવાની ધમકી (Threat) પણ આપતાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

  • ઉચ્છલના ટોકરવામાં ઘર આગળ પાંદડાં પડતાં વૃદ્ધ ઉપર હુમલો
  • તમારા ખેતરના કિનારે આવેલા વૃક્ષનાં પાંદડાં અમારા ઘર આગળના રસ્તા ઉપર પડે છે એવું કહી તકરાર કરી

ઉચ્છલના ટોકરવાના સુતાભાઇ દાવભાઇ વસાવા (ઉં.વ.૬૫) ગત તા.૨૦/૦૨/૨૦૨૩ના રોજ સવારે ખેતરે હતા. ત્યારે અનિલ ભામટિયા વસાવાની ઘરની સામેથી આશરે સવારે સાતેક વાગ્યાના સુમારે પસાર થતી વેળાએ આ વૃદ્ધને અનિલ વસાવાએ અપશબ્દો બોલી તમારા ખેતરના કિનારે આવેલા વૃક્ષનાં પાંદડાં અમારા ઘર આગળના રસ્તા ઉપર પડે છે એવું કહી તકરાર કરી હતી. બાદ લાકડીના સપાટા મારતા વૃદ્ધ નીચે પડી ગયો હતો. હુમલાખોર અનિલ વસાવા પત્ની પાસે વૃદ્ધને મારવા હથિયાર માંગતો હતો. પરંતુ તેણે આપ્યું ન હતું. અનિલ વસાવાએ વૃદ્ધને ચીમકી આપતાં જણાવ્યું હતું કે, “આજે તો તું બચી ગયો છે. પરંતુ જો બીજીવાર આ રસ્તેથી નીકળ્યો તો હું તમને તથા તમારા પરિવારને જાનથી મારી નાંખીશ.” આ બનાવમાં વૃદ્ધ બેભાન થઇ જતાં તેને સારવાર અર્થે ઉચ્છલ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો.

સાયણ-ગોથાણ રોડ ઉપર એન્જિનિયરનો ફોન લુંટાયો
સાયણ: બિહારનો વતની રાકેશ કૌશલ કિશોર સિંહા હાલ સાયણ-ગોથાણ રોડ ઉપર આવેલી ઓમનગર સોસાયટીના બ્લોક નં.બી/૧૦૪માં ઓમ પેલેસમાં ભાડાના મકાનમાં રહે છે. તે પોતે એન્જિનિયર છે. આથી હાલ ગોથાણ ગુડ્સ ટ્રેનની લાઇનનું કામ ચાલતું હોવાથી તે એલએન્ડટી કંપનીના કોન્ટ્રાક્ટમાં નોકરી કરે છે. ગત સોમવારે સાંજે તે સાયણ બજારમાં ઘરવખરીનો સામાન લેવા પગપાળા જઈ રહ્યો હતો. એ વેળા સાયણ-ગોથાણ રોડ ઉપર આવેલી ડી.જી.વી.સી.એલ.ની ઓફિસ સામેથી મોબાઈલ ફોન ઉપર મિત્ર સાથે વાત કરતા કરતા પસાર થતાં પાછળથી કાળા કલરની એક મો.સા.ઉપર આવેલા બે અજાણ્યા ઇસમો પૈકી એકે હાથમાંથી રૂ.૨૦,૦૦૦ની કિંમતનો મોબાઈલ ફોન ઝૂંટવી ભાગી છૂટ્યા હતા. આ બાબતે ઓલપાડ પોલીસમથકમાં બે અજાણ્યા વિરુદ્ધ ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top