National

જો રાહુલ ઓપનીંગમાં અને કોહલી ત્રીજા ક્રમે, તો મિડલ ઓર્ડરમાંથી કોની બાદબાકી થશે

નવી દિલ્હી: એક વર્ષ પહેલા વિરાટ કોહલીના (Virat Kohli) ટીમમાં સ્થાન અંગે સવાલ (Question) કરવાનો કોઇને વિચાર સુદ્ધા આવતો નહોતો અને હાલમાં કોહલી ફરી ફિટ (Kohli Fit again) થઇ ગયો છે અને પસંદગી માટે ઉપલબ્ધ છે પણ છેલ્લા એક દશકમાં પહેલીવાર ક્રિકેટ જગતમાં ટીમમાં તેના સ્થાન અંગે ચર્ચાઓ થઇ રહી છે.

ટીમના ખરાબ અભિયાનનો દોષ ટોપ ઓર્ડરના બેટ્સમેનો પર
યુએઇમાં રમાયેલા ટી-20 વર્લ્ડકપમાં ટીમના ખરાબ અભિયાનનો દોષ ટોપ ઓર્ડરના બેટ્સમેનો પર ઢોળાયો હતો અને એ અંગે ઘણી ચર્ચા ચાલી હતી કે શું રાહુલ, રોહિત અને કોહલીએ ટોચના ત્રણ સ્થાને બેટીંગ કરવી જોઇએ. રમતના મોટાભાગના જાણકારો જો કે તેની તરફેણ કરતાં નથી. ભારતીય ટીમ જો એશિયા કપ અને ટી-20 વર્લ્ડકપમાં આ ત્રણ બેટ્સમેનોને પ્લેઇંગ ઇલેવનમાં રાખશે તો તેની અસર ટી-20 ફોર્મેટમાં દેશ માટે છેલ્લા કેટલાક સમયથી સારું પ્રદર્શન કરનારા ખેલાડીઓ પર પડશે.

આ ખેલાડીઓ મિડલ ઓર્ડર સંભાળશે
ઋષભ પંત, સૂર્યકુમાર યાદવ અને દિનેશ કાર્તિકમાંથી કોઇ એકે ટીમમાંથી બહાર બેસવાનો વારો આવી શકે છે. જો ટીમ સંયોજન પર નજર નાંખવામાં આવે તો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજાનું સ્થાન પાકું ગણાય છે. તે પછી ચાર સ્પેશિયાલિસ્ટ બોલર હશે. તેથી પાંચ સ્પેશિયાલિસ્ટ બેટ્સમેન માટે જગ્યા ખાલી રહેશે. જો રોહિત, રાહુલ અને કોહલી ઉપરના ત્રણ ક્રમે ફિટ રહેશે તો પછી પંત, સૂર્યકુમાર અને કાર્તિકમાંથી કોઇ બેનો જ સમાવેશ અંતિમ ઇલેવનમાં થઇ શકશે.

ટિમમાં પાંચ સ્પેશિયાલિસ્ટ બોલરના સમાવેશ
ઉલ્લેખનિય છે કે,હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજા ઉપરાંત ચાર સ્પેશિયાલિસ્ટ બોલરના સમાવેશથી પાંચ સ્પેશિયાલિસ્ટ બેટ્સમેન માટે સ્થાન બાકી રહેશેઅને આ પરિસ્થિતમાં જો રોહિત, રાહુલ અને કોહલીનો સમાવેશ થાય તો ઋષભ પંત, સૂર્યકુમાર યાદવ અને દિનેશ કાર્તિકમાંથી કોઇ એકે બહાર બેસવું પડશે

Most Popular

To Top