National

‘હર ઘર તિરંગા’ પત્રકારના પ્રશ્નનો ઉત્તર આપતા ફારુક અબ્દુલ્લાએ કહ્યું- તેને તમારા ઘરમાં રાખો..

જમ્મુ-કાશ્મીર: જમ્મુ-કાશ્મીરના (Jammu Kashmir) પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના ચીફ ફારૂક અબ્દુલ્લાના એક નિવેદનની સોશિયલ મીડિયા (Social Media) પર જોરદાર ચર્ચા થઈ રહી છે. બુધવારે તેમનો એક વીડિયો (Video) સામે આવ્યો હતો, જેમાં એક પત્રકાર તેમને કેન્દ્ર સરકારના ‘હર ઘર તિરંગા’ અભિયાન વિશે સવાલ (Question) પૂછે છે. જેનો જવાબ (Answer) ફારુક અબ્દુલ્લાએ કાશ્મીરી ભાષામાં આપ્યો હતો જેમાં તેઓ કહે છે કે ‘તેને તમારા ઘરમાં રાખો’.

જમ્મુ-કાશ્મીરના ગ્રામીણ વિભાગે એક આદેશ જાહેર કરીને ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા અપીલ કરી છે. નેશનલ કોન્ફરન્સ ચીફના જવાબનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાસ્તવમાં ફારૂક અબ્દુલ્લા શ્રીનગરના બજારમાં એક દુકાને પહોંચ્યા હતા. અહીંથી નીકળતી વખતે તેઓ પત્રકારોથી ઘેરાઈ ગયા હતા. પહેલા તેમને યુપીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંત સિંહા વિશે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. તેના જવાબમાં ફારુકે કહ્યું કે યશવંત સિંહા 9 જુલાઈએ કાશ્મીર આવી રહ્યા છે. તેમના આગમન પછી એક પત્રકાર પરિષદ યોજાશે.

ફારૂક અબ્દુલ્લાના આ વિવાદિત નિવેદન પહેલા કાશ્મીરમાં કલમ 370 અને 35Aમાં ફેરફાર પહેલા પીડીપી ચીફ મહેબૂબા મુફ્તીએ પણ એક વખત તિરંગાને લઈને વાંધાજનક નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે આટલી પરેશાનીઓ પછી પણ અહીંના લોકો ભારતનો ધ્વજ પોતાના હાથમાં ધરાવે છે, પરંતુ જો કાશ્મીરમાંથી કલમ 35A હટાવી દેવામાં આવે તો અહીં તિરંગાને ખભે રાખનાર કોઈ નહીં હોય.

કેન્દ્ર સરકારે સ્વતંત્રતાના અમૃત પર્વ અંતર્ગત 15મી ઓગસ્ટે ‘હર ઘર તિરંગા’ અભિયાન શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ અંતર્ગત લોકોને તેમના ઘરોમાં તિરંગો ફરકાવવા માટે પ્રોત્સાહિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયાની યાદમાં કેન્દ્ર સરકાર આઝાદીના અમૃત ઉત્સવની ઉજવણી કરી રહી છે. કેન્દ્ર સરકારના ‘હર ઘર તિરંગા’ અભિયાન હેઠળ લોકોને ઘરો અને સંસ્થાઓમાં ધ્વજની પૂજા કરવાની અપીલ કરવામાં આવી છે. લોકોને આખા પરિવાર સાથે રાષ્ટ્રીય તહેવાર ઉજવવાનું કહેવામાં આવ્યું છે.

યુપીએની પ્રથમ બેઠકમાં ફારુક અબ્દુલ્લાને યુપીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ તેમણે ચૂંટણી ન લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જમ્મુ અને કાશ્મીરના પૂર્વ સીએમએ કહ્યું, ‘આના પર ઘણી ચર્ચા કર્યા પછી, હું માનું છું કે જમ્મુ અને કાશ્મીર આ સમયે મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે, જેનો સામનો કરવા માટે મારી મદદની જરૂર છે. તેથી જ હું સન્માન સાથે મારું નામ પાછું ખેંચું છું. હું મમતા દીદીનો આભારી છું કે તેમણે મારા નામનો પ્રસ્તાવ મૂક્યો અને એ નેતાઓનો પણ આભારી છું જેમણે મને સમર્થન આપવાનું વચન આપ્યું હતું.

Most Popular

To Top