Sports

વિજય હજારે ટ્રોફીમાં નવો કીર્તિમાન : તમિલનાડુની ટીમે લિસ્ટ A ક્રિકેટ મેચમાં 500 પ્લસ રન કર્યા

બેંગલુરુ: વિજય હજારે ટ્રોફીમાં (Vijay Hazare Trophy) નવો કીર્તિમાન સ્થાપિત થયો છે. બેંગલુરુમાં સોમવારે તમિલનાડુ (Tamil Nadu) અને અરુણાચલ પ્રદેશ (Arunachal Pradesh) વચ્ચે રમાયેલ ક્રિકેટ ટુર્નામેન્ટના મુકાબલામાં રનોનો ખડકલો લાગી ગયો હતો. આ મેચમાં બીજા અનેક રેકોર્ડ પણ રેકોર્ડ તૂટી ગયા હતા. તમિલનાડુએ 50 ઓવરમાં 506/2 બનાવ્યા હતા. રાનોનો આ જાદુઈ આંકડો લિસ્ટ A મેચમાં બન્યો હતો.આટલા બધા રન બનાવવાએ એક મોટો કીર્તિમાન બની ગયો છે. આ મેચમાં નારાયણ જગદીસન (Narayan Jagadeesan) અરુણાચલ પ્રદેશ સામે સર્વશ્રેષ્ઠ ઇનિંગ રમી ગયો હતો. આ મેચમાં તેણે 25 ચોગ્ગા અને 15 છગ્ગાની મદદથી 277 રનની ઈનિંગ રમી હતી.

જગદીસને એલેક્સ બ્રાઉનને પાછળ મૂકી દીધો
તમિલનાડુના આ પ્રદર્શન પહેલા લિસ્ટ Aની મેચમાં ઈંગ્લેન્ડના સૌથી વધારે રન બનાવવાનો રેકોર્ડ હતો. ઇંગ્લેન્ડની ટીમે નેધરલેન્ડ વિરુઉની ODI મેચમાં 498 રન બનાવ્યા હતા. આ રસ્તામાં જગદીસન લિસ્ટ A ક્રિકેટ મેચમાં સર્વોચ્ચ વ્યક્તિગત રન બનાવનારો બેસ્ટમેન બની ગયો છે. તેણે સરેના એલેક્સ બ્રાઉનને પાછળ છોડી દીધો વર્ષ 2002માં ઓવલ ખાતે ગ્લેમોર્ગન સામે 268 રન બનાવ્યા હતા.

જગદીશન અને સાંઈ સુધરસની જોડી કમાલ કરી ગઈ
જગદીશન અને સાંઈ સુધરસની જોડીએ માત્ર 38.3 ઓવરમાં 416 રનની શરૂઆતી ભાગીદારી નોંધાવી હતી અને આ ભાગીદારી લિસ્ટ A ક્રિકેટના ઈતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોટી ભાગીદારી ગણવામાં આવે છે. સુધરસન માત્ર 102 બોલમાં 19 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 154 રનની ઈનિંગ રમીને આઉટ થયો હતો.

શ્રીલંકાના દિગ્ગજ બેલ્લેબાજ કુમાર સંગાકારાને પણ પાછળ છોડી દીધો
જગદીસને સોમવારે લિસ્ટ A ક્રિકેટના ઈતિહાસમાં લગાતાર સૌથી વધુ સદી ફટકારનારા શ્રીલંકાના દિગ્ગજ બેલ્લેબાજ કુમાર સંગાકારાને પણ પાછળ છોડી દીધો છે. ઉલ્લેખનીય છે કે,લિસ્ટ A ક્રિકેટમાં ODI મેચો અને વિવિધ ડોમેસ્ટિક સ્પર્ધાઓની મેચોનો સમાવેશ થાય છે જેમાં ટીમ દીઠ ઓવરોની સંખ્યા 40 થી 60 સુધીની હોય છે.અને આ ખેલાડીએ અરુણાચલ પ્રદેશ સામેની તેની ટીમની મેચ દરમિયાન નવો માઈલસ્ટોન મુક્યો છે. વિજય હજારે ટ્રોફી ભારતની ડોમેસ્ટિક ટોપ-ક્લાસ 50-ઓવરની ક્રિકેટ સ્પર્ધા છે.

આ મેચમાં તેણે ટૂર્નામેન્ટમાં તેની સતત પાંચમી સદી ફટકારીને વિરાટ કોહલી, પૃથ્વી શો, રુતુરાજ ગાયકવાડ, દેવદત્ત પડિકલ, જેઓએ ચાર-ચાર સદીઓ ફટકારી હોય તેવા ખેલાડીઓને પાછળ છોડીને વિજય હઝારે ટ્રોફીની એક સિઝનમાં સતત સૌથી વધુ સદી ફટકારવાનો કીર્તિમાન હવે તેના નામે નોંધાઈ ચુક્યો છે.

Most Popular

To Top