ગાંધીનગર : એસીબી દ્વારા લાંચ લેતા સરાકરી બાબુઓ સામે કેસ કરવામાં આવી રહ્યાં છે. ખાસ કરીને આજે રેલ્વેના વલસાડના ચીફ ટિકીટ ઈન્સ્પેકટર વિજય પટેલ લાંચ લેતા ઝડપાઈ ગયા છે. વલસાડથી વડનગર જતી ટ્રેનમાં વગર ટિકીટે પ્રવાસ કરી રહેલા પ્રવાસીઓ પાસેથી 2000ની લાંચ લેવામા આવી રહી હોવાની બાતમીના આધારે એસીબીએ છટકુ ગોઠવીને અમદાવાદથી મહેસાણા જઈ રહેલા પ્રવાસીઓ પાસેથી લાંચ લેવાના કિસ્સામાં રૂા.1500ની લાંચ લેતા વલસાડના ચીફ ટિકીટ ઈન્સ્પેકટર વિજય પટેલ રંગે હાથે ઝડપાઈ ગયા છે.
વલસાડના ચીફ ટિકીટ ઈન્સ્પેકટર વિજય પટેલ લાંચ લેતા ઝડપાયા
By
Posted on