SURAT

વેસુમાં થર્ટી ફર્સ્ટની પાર્ટીમાં મહિલાની છેડતી કરનાર દારૂડિયાને લોકોએ મેથીપાક ચખાડ્યો, વીડિયો વાયરલ

સુરત (Surat) : નવા વર્ષની (NewYear) વેલકમ કરવાની ઉજવણી દરમિયાન લોકોમાં અનોખો થનગનાટ જોવા મળ્યો હતો. મોડી રાત સુધી લોકો થર્ટી ફર્સ્ટની ઉજવણી (31st Celebration) કરતા દેખાયા હતા. ત્યારે વેસુમાં નવા વર્ષની ઉજવણી દરમિયાન દારૂના નશામાં યુવતીઓની છેડતી કરનારને લોકોએ જાહેરમાં મેથીપાક ચખાડી સબક શીખવાડયો હોવાનો વિડીયો સામે આવ્યો છે.

નજરે જોનારા લોકોએ કહ્યું હતું કે, દારૂના નશામાં ઉજવણી કરનારી યુવતીઓની છેડતી કરવામાં આવી રહી હતી. જેથી લોકોએ જાહેરમાં જ પકડી બરાબરનો મેથીપાક આપ્યો હતો. ત્યાર બાદ યુવકે માફી પણ માંગી હતી. જો કે, લોકોએ બરાબર કાયદાનો પાઠ ભણાવવા માટે આખરે પોલીસને હવાલે કર્યો હતો.

વધુમાં જણાવ્યું હતું કે, સમગ્ર ઘટના વીડિયોમાં કેદ થઈ ગઈ હતી. લોકો ભારે ગુસ્સામાં હતાં. વેસુના રીબાઉન્સમાં દારૂ પીને આવનારાને મેથીપાક ચખાડાયો હતો. ઘટનાની જાણ વેસુ પોલીસને થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી હતી. જો કે એકલદોકલ ઘટનાને બાદ કરતાં સમગ્ર ઉજવણી શાંતિપૂર્ણ રીતે થઈ હતી.

થર્ટી ફર્સ્ટની રાત્રે સુરતમાંથી 260 દારૂડિયા પકડાયા
ન્યૂ ઈયરના સેલિબ્રેશનમાં દારૂ પીને છાકટા થનારાઓને પકડવા માટે આ વર્ષે સુરત શહેર પોલીસે ચાંપદો બંદોબસ્ત ગોઠવ્યો હતો. બ્રેથ એનાલાઈઝર મશીનથી ઠેરઠેર ચેકિંગ કરાયું હતું. તે ઉપરાંત ડ્રોન ઉડાવી ટેરેસ, ફાર્મ હાઉસ પર પાર્ટી કરતા લોકોને પકડવા પ્લાન બનાવ્યો હતો. આ પ્લાન સફળ રહ્યો હતો.

થર્ટી ફર્સ્ટની રાત્રિ દરમિયાન સુરત પોલીસે દારૂ પીને છાકટા બનેલા 260 લોકોને પકડી લોકઅપમાં પુર્યા હતા. સૌથી વધુ પાંડેસરા વિસ્તારમાંથી 92 દારૂડિયા પકડાયા હતા. તે ઉપરાંત અડાજણ 8, અઠવા 16, અડાજણ 2, ઉમરા 16, સચિન GIDC 19, પાલ 4, ઇચ્છાપોર 7, અલઠાણ 14, હજીરા 1, રાંદેર 9, વેસુ 16, ખટોદરા 21, ડુમસ 1, સચિન 28 અને જહાંગીરપુરામાંથી 19 જણા પકડાયા હતા. આ તમામના નવી સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ટેસ્ટ કરાવ્યા બાદ લોકઅપમાં પુરવામાં આવ્યા હતા.

Most Popular

To Top