Vadodara

સગા મામાની દીકરીને લગ્નની લાલચ આપી હોટલમાં લઈ જઈ કેફી પીણું પીવડાવી દુષ્કર્મ

વડોદરા : દિલ્હીથી ફરવા માટે વડોદરા આવેલી 25 વર્ષીય મામાની પરિણીત દીકરીને લગ્નની લાલચ આપી હોટલમાં લઇ જઇ કેફી પીણું પીવડાવી દુષ્કર્મ આચરનાર યુવાન સામે ફરિયાદ નોંધાઇ છે.  એટલું જ નહિ બહેનના લગ્નની વાત લઇ વડોદરા ગયેલા ભાઇ-ભાભીને ફોઇના પુત્રએ જણાવ્યું કે, “આપકી બહન મેરે લીયે એક ખીલોના હૈ, મેં એની સાથે ખેલ ખેલ્યો છે. મેં એની સાથે બધું જ કર્યું છે. પણ લગ્ન નહિ કરું. તેમજ દીકરાને છાવરી રહેલી માતાએ પણ દીકરાએ જે કર્યું છે. તેના બદલામાં જેટલા જોઈએ તેટલા નાણાં આપવાનું જણાવી લગ્ન નહિ કરે તેમ જણાવ્યું હતું. પોલીસે પીડિતાની ફરિયાદના આધારે બળાત્કારની કલમ હેઠળ ગુનો નોંધી તપાસનો દોર શરૂ કર્યો છે.

દિલ્હીના વેસ્ટ કરાવલ નગરમાં રહેતી ઉચ્ચ શિક્ષીત 25 વર્ષીય મહિલાના 24 નવેમ્બર 2016ના રોજ દિલ્હી સ્થિતના યુવક સાથે લગ્ન થયા હતા. ત્યારે ગત વર્ષ 2020ના સપ્ટેમ્બર મહિનામાં વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં રહેતા ફોઇના ઘરે આવી હતી. મહિલા અને ફોઈના દીકરો અનિલ બંને એકબીજાથી સારી રીતે પરિચીત હતા. જોકે, મહિલા અને તેના પતિ વચ્ચે ખટરાગ ચાલતો હતો. અને બંને એકબીજાથી છૂટા પડવા માંગતા હતા અને અનિલ મહિલાને  તેના પતિ સાથે ખટરાગ ચાલતો હોવાની વાતથી પરિચીત હતો.

આથી વડોદરા આવેલી મહિલાને અનિલ જણાવતો હતો કે, તું તારા પતિ સાથે છૂટાછેડા લઇ લે, હું તારી સાથે લગ્ન કરીશ. દરમિયાન વડોદરા ફોઈના ઘરે આવ્યાબાદ બીજા દિવસે મહિલાને અનિલ લગ્નની લાલચ આપી જેતલપુર રોડ આવેલી એક હોટલમાં લઇ ગયો હતો. હોટલના રૂમમાં અનિલે મહિલાને કેફી પીણું પીવડાવી મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું.  અનિલે દુષ્કર્મ આચર્યા બાદ હોશમાં આવેલી મહુલાએ બુમરાણ મચાવતા અનિલે મોંઢુ દબાવી જણાવ્યું કે, તું આ વાત કોઇને કરીશ તો હું મરી જઇશ. હું તારી સાથે લગ્ન કરીશ. આપણે બંને એક સાથે રહીશું.  તું દિલ્હી જઇને તારા પતિ સાથેથી છૂટાછેડા લઇ લે. તેમ જણાવી અનિલ મહિલાને ધમકાવીને પોતાના ઘરે લઇ ગયો હતો. ઘરે ગયા બાદ અનિલની માતાએ મહિલાને જણાવ્યું કે, તારી સાથે અનિલના લગ્ન કરાવશું. હાલ તું દિલ્હી જ અને છૂટાછેડા લઇ લે. 

ત્યારબાદ અનિલ મહિલા સાથે દિલ્હી ગયો હતો અને મહિલાના માતા-પિતાને જણાવ્યું કે, મહિલાના તેના પતિ સાથે છૂટાછેડા લઇ લો. હું મહિલા સાથે લગ્ન કરીશ. અમે બંને રાજીખૂશીથી રહીશું. ત્યારે અનિલે લગ્ન કરવાની તૈયારી બતાવતા મહિલાએ તેના પતિ સાથે છૂટાછેડા લઇ લીધા હતા. મહિલાએ છૂટાછેડા લીધા બાદ અનિલે મહિલાને કહ્યું કે, હવે હું તારી સાથે લગ્ન કરીશ નહિં. અનિલે લગ્ન કરવાનો ઇન્કાર કરી દેતા, મહિલાના ભાઇ અને ભાભી વડોદરા અનિલ અને તેના પરિવારજનોને  સમજાવવા માટે આવ્યા હતા. ત્યારે અનિલે મહિલાના ભાઇ-ભાભીને કહ્યું કે, આપકી બહન મેરે લીયે એક ખીલોના હૈ મેં એની સાથે ખેલ ખેલ્યો છે. મેં એની સાથે બધું જ કર્યું છે. પણ લગ્ન નહિ કરું.  લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યા બાદ લગ્નનો ઇન્કાર કરી દેનાર અનિલ સામે મહિલાએ દિલ્હીના ખજૂરી ખાસ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. જે ફરિયાદ વડોદરાના ગોત્રી પોલીસ મથકમાં નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે અનિલ વિરુદ્ધ બળાત્કાર અને ધાકધમકીનું કલમ હેઠળ ગુનો નોંધી તપાસનો દોર શરૂ કર્યો  છે.

Most Popular

To Top