Vadodara

માત્ર 30 મિનિટમાં અઢી ઈંચ વરસાદ

વડોદરા : શહેરમાં સવારથી વાદળછાયું વાતાવરણ હતું .ગોરંભાયેલું ગગન બપોર થતાં વરસ્યું હતું. મેઘરાજા આજે મન મુકીને વરસ્યા ન હતા. માત્ર 30 મિનિટ ના વરસાદ માં અઢી ઇંચ વરસાદ પડતાં વડોદરા શહેર જળબંબાકાર થઈ ગયું હતું પ્રિમોન્સુન કામગીરીની પોલ ખૂલી ગઈ હતી. શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા વાહનચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. માત્ર ૩૦ મિનિટના વરસાદમાં જ શહેરમાં વુડા સર્કલ, મુક્તાનંદ બહુચરાજી મંદિરની પાછળ, દાંડિયાબજાર ચારરસ્તા, સયાજીગંજ, ગોત્રી, આજવા રોડ, વાઘોડિયા રોડ, ગોરવા, સુભાનપુરા રોડ, કારેલીબાગ હરણી, સહિતના વિસ્તારોમાં પાણી ભરાઇ જવાની સમસ્યા સર્જાય હતી.

વરસાદ શરૂ થતાં વોર્ડ ઓફિસર એન્જિનિયર કર્મચારીઓ વોર્ડ  ઓફિસમાંથી ઘર ભણી ગાયબ થઈ જાય છે. કોર્પોરેશનના અધિકારીઓ મોબાઈલ ફોન ઉપાડવાનું બંધ કરી દે છે અને બંધ બારણે ભજીયા પાર્ટી કરે છે. શહેરના 3૦ મિનિટના વરસાદમાં અલ્કાપુરી ગરનાળુ બંધ કરી દેવામાં આવ્યું હતું. જેથી વાહન ચાલકોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો જાહેર રસ્તા ઉપર પાણી ભરાઇ ગયા હતા જ્યારે વરસાદ પડે ત્યારે ચોમાસાની સિઝનમાં  ખાડાખોડા, રોડ રસ્તા, ડ્રેનેજ ગટર ની કામગીરી ચાલુ રાખવામાં આવે છે. અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો કાયદાને ઠરાવને ઘોળીને પી જાય છે. જેથી અધિકારીઓના પાપે કોન્ટ્રાકટરને ફાયદો કરાવવામાં આવે છે.

મહાનગરપાલિકામાં જ્યારથી આ નવું બોર્ડ બેઠું છે ત્યારથી ગટરના લોખંડ ના ઢાંકણા ચોરી થવાના બનાવો શરૂ થયા છે. પશ્ચિમ વિસ્તારમાં ઢાંકણા ચોરાયાની બનાવો બાદ વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં પણ ગટરના ઢાંકણા ચોરાયા હોવાની બૂમ ઉઠી છે ત્યારે સ્થાનિકો દ્વારા કોઇ ઘટના ન બને તેના માટે તેના પર ઝાડ ડાળીઓ પોતાની જાતને બચાવવા માટે મુક્યા હતા. જ્યારે તંત્ર દ્વારા ગટર ના ઢાંકણા  નાખવાની પણ તસ્દી લેવામાં આવી નથી જેના કારણે વરસાદ પડતા ગટરમાં પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે વાહનચાલકો જેમાં પડી જતાં ઈજાઓ થઈ હતી. શહેરમાં માત્ર ૩૦ મિનિટ ના વરસાદમાં અલકાપુરી સહિતના અમુક ગરનાળાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા જેના કારણે વાહનચાલકોને ખૂબ મુશ્કેલી નો સામનો કરવો પડ્યો છે.

શહેરમાં જ્યારે વરસાદ પડે છે ત્યારે કોઈપણ સામાજીક કાર્યકર કે નેતા પ્રજાને વાહ રે આવતો નથી માત્ર અસ્થિ વિસર્જન, ટિફિન સેવા,બ્લડ કેમ્પ,  જેવા કાર્યક્રમોમાં નેતાઓ બહાર આવે છે પરંતુ પાણી ભરાઈ જાય ત્યારે કોઈ પણ નેતાઓ બહાર આવતા નથી અને અધિકારીઓ પોતાની કચેરી છોડી ને ગાયબ થઈ જાય છે પ્રજાને તેના વેરા નું વળતર મળતું નથી અને દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેરમાં પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાઈ હતી અને નાગરિકોને કરોડો નુકસાન પણ થયું છે.

દર વર્ષે જે વિસ્તારોમાં પાણી ભરાય છે તે વિસ્તારોમાં પાણી આ વર્ષે પણ ભરાયું છે અને વિસ્તારો ઘટવાને બદલે પાણી ભરાવા ના વિસ્તારો શહેરમાં વધી રહ્યા છે એક બાજુ તંત્ર દ્વારા સ્માર્ટ સિટીની વાત કરવામાં આવે છે અને બીજી બાજુ પરિસ્થિતિ ઠેરની ઠેર છે. ફરિયાદ નિવારણ કેન્દ્ર પાણી ભરાવાની ફરિયાદ વધુ નોંધાય છે જેનો નિકાલ કેટલા દિવસ સુધી પણ કરવામાં આવતો નથી.  સિટી કંટ્રોલરૂમ જે બનાવવામાં આવ્યો છે એ તદ્દન નિષ્ફળ નિવડ્યો છે. વરસાદ પડતા જ જવાબદાર અધિકારીઓ ગાયબ થઈ જાય છે.

હજુ ચોમાસાની શરૂઆત છે ત્યારે નવનિયુક્ત થયેલા કમિશનર શાલિની અગ્રવાલ અગાઉ ગત વર્ષે પણ ચોમાસાના સીઝનમાં તેઓ ઇન્ચાર્જ મ્યુનિસિપલ કમિશનર તરીકે હતા જેથી ગત વર્ષે જે નાગરીકો હેરાન પરેશાન થયા છે તે આ વર્ષે ના થાય તેના માટે કમિશનર દ્વારા તાત્કાલિક અધિકારીઓની મીટિંગ બોલાવી જોઈએ. પૂરની પરિસ્થિતિ ન સર્જાય છે તે માટે તંત્રએ પ્રિ-મોન્સુન કામગીરીની સમીક્ષા કરવી જોઈએ. બે ઈંચ વરસાદમાં શહેર તરબતર થઈ જાય છે જેથી તંત્રએ આગવું આયોજન કરવું જોઈએ.

Most Popular

To Top