World

જોર્ડનમાં બોમ્બની જેમ બાટલો ફાટતા ઝેરી ગેસ લીક થયો, જીવ બચાવવા લોકોએ મચાવી ભાગદોડ

નવી દિલ્હી: જોર્ડન(Jordan)ના અકાબા પોર્ટ(Aqaba Port) પર એક ટેન્કરમાંથી ઝેરી(toxic) ગેસ(gas) લીક(Leaked) ​​થતાં 12 લોકોના મોત(Death) થયા હતા. જયારે અનેક લોકોની હાલત ગંભીર બનતા તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સ્થાનિક મીડિયા અનુસાર, સોમવારે મોડી રાત્રે અકાબા પોર્ટ પર એક ટેન્કર ક્લોરિન ગેસ(Chlorine gas) લઈ જઈ રહ્યું હતું. આ ટેન્કર ક્રેનની નજીક પહોંચતા જ વિસ્ફોટ થયો હતો. જેના કારણે પીળા(Yellow) કલરનો ગેસ સમગ્ર વિસ્તારમાં ફેલાઈ ગયો હતો. જેમાં 12 લોકોના મોત થયા છે. જ્યારે 250થી વધુ લોકોની હાલત ગંભીર છે. ઘટના બાદ લોકો પોતાનો જીવ બચાવવા દોડતા જોવા મળ્યા હતા.

કર્મચારીઓની એક ભૂલથી હવામાં ફેલાયું ઝેર
અહેવાલો અનુસાર, કર્મચારીઓની ભૂલને કારણે આ અકસ્માત થયો હતો. જ્યારે જહાજ પર સિલિન્ડર લોડ કરવામાં આવી રહ્યું હતું ત્યારે ખૂબ જોરથી વિસ્ફોટ થયો હતો. ત્યાર પછી સિલિન્ડર જમીન પર પડી ગયું હતું. જે સમયે આ ઘટના બની તે સમયે બંદર પર લગભગ 25 ટન ક્લોરિન ગેસનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો છે. જેમાં આ ઘટના કેવી રીતે બની તે સ્પષ્ટ જોઈ શકાય છે.

ગેસ લીકેજ બાદ સમગ્ર વિસ્તાર સીલ કરાયો
ગેસ લીકેજની ઘટના બાદ સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે. તેમજ આ ઘટના મામલે તપાસ હાથ ધરવામાં આવી છે અને તપાસ માટે નિષ્ણાતોને મોકલવામાં આવ્યા છે.

શહેરીજનોને ઘરમાં જ રહેવા અપીલ: અકાબા આરોગ્ય વિભાગ
અકાબા આરોગ્ય વિભાગના વડા જમાલ ઓબેદિયાતે કહ્યું કે, ‘અમે શહેરના લોકોને આગામી આદેશ સુધી તેમના ઘરમાં રહેવાની અપીલ કરીએ છીએ. જો વધારે તકલીફ ઉભી થાય તો ઘરના દરવાજા અને બારીઓ સંપૂર્ણપણે બંધ રાખો. અમને લાગે છે કે મૃત્યુઆંક વધી શકે છે કારણ કે ઘણા લોકોની હાલત ગંભીર છે.

ફિલ્ડ હોસ્પિટલ બનાવવામાં આવી
માહિતી મંત્રી ફૈઝલ અલ સુબુલે જણાવ્યું કે, અમે તાત્કાલિક ફિલ્ડ હોસ્પિટલ બનાવવાનો આદેશ આપ્યો છે. અકાબાની વસ્તી લગભગ એક લાખ 88 હજાર છે. અહીંથી થોડે દૂર જ ઇઝરાયેલનું ઇલાત શહેર આવેલી છે. તેની વસ્તી 50 હજાર છે. બંને શહેરો રોડ માર્ગે પણ જોડાયેલા છે. અમે પરિસ્થિતિને કાબૂમાં લઈ લીધી છે, પરંતુ એ વાત સાચી છે કે કેટલાક ઘાયલોની હાલત ખૂબ જ ગંભીર છે.

Most Popular

To Top