World

જોર્ડન હુમલાના જવાબમાં અમેરિકાની સીરિયા અને ઈરાકમાં 85 ટાર્ગેટ પર એરસ્ટ્રાઇક, 6ના મોત

વોશિંગ્ટન: જોર્ડન (Jordan) હુમલાના જવાબમાં અમેરિકાએ સીરિયા (Syria) અને ઇરાકમાં (Iraq) 85 ઠેકાણાઓ ઉપર બોમ્બમારો કર્યો હતો. જેમાં 6 આતંકવાદીઓના (Terrorist) મોત થયા છે. તેમજ ઘણા ઘાયલ (Injured) થયા છે. યુએસ સેનાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓના યુદ્ધ વિમાનોએ શુક્રવારે ઈરાન રિવોલ્યુશનરી ગાર્ડ (IRGC) અને ઈરાક અને સીરિયામાં તેમના સમર્થિત લશ્કરના 85 થી વધુ લક્ષ્યો પર જવાબી હવાઈ હુમલા (Air Strikes) કર્યા હતા. આ હુમલાઓમાં અમેરિકી સેનાએ ખાસ કરીને ઈરાનની કુદ્સ ફોર્સને નિશાન બનાવી છે.

અગાઉ જોર્ડનમાં થયેલા ઘાતક હુમલામાં ત્રણ અમેરિકી સૈનિકો માર્યા ગયા અને 40થી વધુ લોકો ઘાયલ થયા હતા. ત્યાર બાદ અમેરિકી સેનાએ માહિતી આપતાં કહ્યું કે, શુક્રવારે અમેરિકાએ ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ (IRGC) અને ઈરાક અને સીરિયામાં તેમના સમર્થિત મિલિશિયાના 85 થી વધુ લક્ષ્યો પર જવાબી હવાઈ હુમલા કર્યા છે. જો કે યુએસ સ્ટ્રાઈકમાં ઈરાનની અંદરના કોઈપણ સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા ન હતા.

‘7 સ્થળોએ 85 ટાર્ગેટ બનાવવામાં આવ્યા’
યુએસ સૈન્યએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે હુમલામાં કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર, રોકેટ, મિસાઇલ અને ડ્રોન સ્ટોરેજ ફેસિલિટી તેમજ લોજિસ્ટિક્સ અને દારૂગોળાની સપ્લાય ચેઇન સુવિધાઓ સહિતના લક્ષ્યોને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ હુમલામાં સીરિયામાં ચાર અને ઈરાકમાં ત્રણ સહિત સાત સ્થળોએ 85 થી વધુ લક્ષ્યોને નિશાન બનાવવામાં આવ્યા હતા.

યુએસ સૈન્યએ વધુમાં જણાવ્યુ કે તેઓએ IRGC ના વિદેશી જાસૂસી અને અર્ધલશ્કરી જૂથો, કુડ્સ ફોર્સને નિશાન બનાવ્યા હતા. જે મધ્ય પૂર્વમાં લેબનાનથી ઇરાક અને યમનથી સીરિયા સુધીના અમારા સહયોગી દળોને નોંધપાત્ર રીતે અસર કરે છે.

બિડેન સૈનિકોના પરિવારોને મળ્યા
મધ્ય પૂર્વમાં અમેરિકી સૈન્યના હવાઈ હુમલા વિશે રાષ્ટ્રપતિ જો બિડેને કહ્યું કે, ગત રવિવારે ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સ (IRGC) સમર્થિત આતંકવાદી જૂથ દ્વારા જોર્ડનમાં થયેલા ડ્રોન હુમલામાં ત્રણ અમેરિકન સૈનિકો માર્યા ગયા હતા. આજે સવારે મેં ડોવર એરફોર્સ બેઝ પર આ બહાદુર અમેરિકનોને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમજ તેમના પરિવાર સાથે વાત કરી હતી.

તેમણે વધુમાં કહ્યું કે આજે બપોરે મારા નિર્દેશ પર અમેરિકન સૈન્ય દળોએ ઈરાક અને સીરિયામાં ઘણા સ્થળોને નિશાન બનાવ્યા હતા. જેનો ઉપયોગ IRGC અને સહયોગી મિલિશિયા દ્વારા અમેરિકન દળો પર હુમલો કરવા માટે કરવામાં આવ્યો હતો. અમારા જવાબી હુમલા આજથી શરૂ થયા છે. તેમજ અમારા દ્વારા પસંદ કરાયેલા સ્થળે અને સમયે ચાલુ રહેશે.

Most Popular

To Top