Vadodara

આજે વિઠ્ઠલનાથજીનો 214મો વરઘોડો

વડોદરા: આજે દેવ ઉઠી અગિયારસ છે.કારતક માસના શુક્લ પક્ષની એકાદશી તિથિ દેવોત્થાન એકાદશી તરીકે ઓળખાય છે. તેને દેવ ઉઠી એકાદશી અથવા પ્રબોધની એકાદશી પણ કહેવામાં આવે છે. ભગવાન વિષ્ણુ અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશીથી ઊંઘમાં જાય છે અને 4 મહિના પછી કારતક મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિએ જાગી જાય છે, તેથી તેને દેવોત્થાન એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે ભગવાન વિષ્ણુ ઊંઘમાં જાય છે, ત્યારે ચાર મહિના સુધી તમામ શુભ કાર્યો બંધ થઈ જાય છે. આ પછી, દેવઉઠી એકાદશીના દિવસથી, તમામ શુભ કાર્ય ફરીથી શરૂ થાય છે. દેવઉઠી એકાદશી પર ભગવાન વિષ્ણુ જાગ્યા પછી શુભ કાર્ય શરૂ થાય છે. આ દિવસે તુલસી વિવાહનું પણ આયોજન કરવામાં આવે છે. આ વર્ષે દેવઉઠી એકાદશી 23 મી નવેમ્બર છે. આ દિવસે તુલસી વિવાહનું પણ આયોજન કરવામાં આવે છે.

શહેરમા આજે વિઠ્ઠલનાથજીનો વરઘોડો સવારે 9 કલાકે નિકળશે. આ વરઘોડાનો રાજ પરીવાર દ્વારા આરતી ઉતારવામાં આવશે. વિઠ્ઠલનાથજીનો વરઘોડો વિઠ્ઠલનાથજીનો વરઘોડો પ્રબોધિની એકાદશીના દિવસે એમ જી રોડ બેંક રોડ થઈને રાવપુરા થઈ કારેલીબાગના કામનાથ સ્મશાનની બાજુમાં આવેલા શ્રી ગહિનાબાઈ મહાદેવ ખાતે પહોંચશે. વિઠ્ઠલનાથજીનો વરઘોડો નીકળશે.સાંજે તુલસીવિવાહ યોજાશે વિઠ્ઠલનાથજીને પાલખીમાં પધરાવી રાજવી પરિવાર દ્વારા ભગવાનની આરતી ઉતારવામાં આવશે. શહેરમાં પ્રબોધિની એકાદશીના રોજ એમજી રોડ પર આવેલા ભગવાન વિઠ્ઠલનાથજીના 214માં વરઘોડા સાથે જ દેવદિવાળી સુધી ચાર દરવાજા વિસ્તારમાં અલગ અલગ મંદિરોમાંથી ભગવાન વિષ્ણુના 5 વરઘોડા નિકળશે. જેમાં તુલસી વિવાહના આયોજનો પણ થવાના છે.

તુલસીવિવાહ માટે ચોમાસામા રોપણ કરેલા છોડનો ઉપયોગ
તુલસી વિવાહ માટે મંદિરો દ્વારા વર્ષા રૂતુંમાં જ તુલસીજીનું જમીન કે કુંડામાં રોપણ થતું હોય છે. અને તુલસી વિવાહ ન થાય ત્યાં સુધી તુલસીજીનું દળ (પાંદડુ) પણ તોડાતું નથી કે ઠાકોરજીની સેવામાં પણ તેનો ઉપયોગ કરવામાં આવતો નથી. તુલસી વિવાહ સુધી તુલસીજીની ખુબ જ સાર સંભાળ લેવામાં આવતી હોય છે.

Most Popular

To Top