Dakshin Gujarat

વલસાડના કોસંબાના દરિયામાંથી એકે-47 તથા RDX સાથે ત્રણ આતંકવાદી ઝડપાયા

વલસાડ : વલસાડ નજીકના કોસંબા દીવાદાંડી ગામે એકે-47 તથા RDX સાથે દરિયામાં બોટ સાથે ત્રણ આતંકવાદી આવી પહોંચ્યા હોવાની વલસાડ સિટી પોલીસની ટીમને બાતમી મળી હતી. પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આતંકીઓની ધરપકડ કરી છે. સાગર સુરક્ષાને લઈને પોલીસે આ મોકડીલ કર્યું હોવાનું બહાર આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

વલસાડ કોસંબા દિવાદાંડીના લોકો દરિયામાં માછીમારી કરવા જાય છે. કોસંબા વિસ્તાર આખો દરિયાનો વિસ્તાર છે. સાગર સુરક્ષાને લઈને પોલીસ સતર્ક રહી દરિયામાં પેટ્રોલિંગ કરી રહી છે. વલસાડના દરિયા માં આજરોજ એક બોટમાં ત્રણ જેટલા આતંકવાદી એકે 47 અને આરડીએક્સ લઈને કોસંબા દીવાદાંડી ઉતરવાના હોવાની બાતમી વલસાડ સિટી પીઆઇ ડી.ડી.પરમાર અને એમની ટીમને મળી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચતા દરિયામાં એક બોટ તથા શંકાસ્પદ હાલતમાં ત્રણ જેટલા આતંકવાદીઓ મળી આવ્યા હતા. પોલીસે ત્રણની ધરપકડ કરીને એમની પાસેથી હથિયારો જપ્ત કર્યા હતા. વલસાડ પોલીસે આ મોકડીલ કર્યું હોવાનું બહાર આવતા ગ્રામજનોને રાહત થઈ હતી.

Most Popular

To Top