Vadodara

સશસ્ત્ર હુમલાના પગલે ત્રણને તીક્ષ્ણ હથિયારોથી ગંભીર ઇજા

વડોદરા: પાણીગેટ નજીક આવેલ બાવચાવાડ અને કુંભારવાડામાં રહેતા દેવીપુજક કોમના બે જૂથો વચ્ચે મારામારી થતા સશસ્ત્ર હુમલામાં ત્રણ થી ચાર તોફાનીઓને ઈજાઓ પહોંચી હતી. પોલીસ સૂત્રો દ્વારા જાણવા મુજબ આજે કુંભારવાડા વિસ્તારમાં એકજ કોમના બે જૂથો ના ટોળા એકઠા થયા હતા. જન્માષ્ટમીના તહેવાર મા આરતી કરવા જેવી નજીવી બાબતે સામસામે યુવાનોમાં બોલાચાલી થઈ હતી. જેના પગલે ગાળા ગાળી થતા મામલો ગરમાયો હતો. બંને જૂથના આગેવાન યુવાનો એકબીજા ઉપર તૂટી પડતા મારા મારી થતા મામલો બિચકીઓ હતો અને હિંસક હુમલો કરવા સશસ્ત્ર અથડામણ સર્જાઇ હતી.

જેમાં ત્રણથી ચાર યુવાનોને તીક્ષ્ણ હથિયારોથી ગંભીર ઇજાઓ પહોંચી હતી. બનાવના લોહિયાળ પડઘાના પગલે સ્થાનિક વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો. ઘટના અંગે પાણીગેટ પોલીસને જાણ થતા જ કાફલો ઘટનાસ્થળે ઘસી ગયો હતો અમને બંને જૂથને બળપૂર્વક છૂટા પાડીને સમજાવટથી પરિસ્થિતિ કાબુમાં લીધી હતી. અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલોમાં ખસેડાયા હતા. બનાવનાર સ્થળે પોલીસે લોખંડી બંદોબસ્ત ખડકી દીધો હતો. ઘટના અંગે ભગત ભીખાભાઈ દેવીપૂજક અને સાગર કૈલાશભાઈ દેવીપુજકએ સામસામે ફરિયાદ નોંધાવી હતી.

Most Popular

To Top