Vadodara

મોતના સોદાગર પિયુષના ગોડાઉનમાંથી વધુ ડ્રગ્સ ઝડપાયું

વડોદરા: એટીએસ તથા વડોદરા એસ.ઓ.જીએ સંયુક્ત રીતે પાડેલા મોકસી બાદ વધુ એક પડેલા દરોડામાં વડોદરા નજીક આવેલ સાંકરદા જીઆઇડીસીની કંપનીના ગોડાઉનમાંથી મેફેડ્રોન ડ્રગ્સનું રો-મટીરીયલના જંગી જથ્થા સાથે વધુ એક ઈસમની અટકાયત કરી હોવાની વિગતો સામે આવી છે. અમદાવાદ એટીએસએ વડોદરા જિલ્લાના સાવલી તાલુકા ખાતે મોક્સીમા આવેલી નેકટર કેમ કંપનીમાં ગત સપ્તાહે છાપો માર્યો હતો અને ૧૧૨૫ કરોડની કિંમતનું મનાતું ૨૫૦ કિલોનો મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો. મોતનો સામાન વેચવાના ગુનામાં સંડોવાયેલા નેકટર કેમ કંપનીના સંચાલક પિયુષ પટેલ (માંજલપુર) મહેશ વૈષ્ણવ (ધોરાજી) સહિત છ આરોપીઓના અદાલતે નવ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

એકદમ શાતિર દિમાગ ધરાવતાં સુત્રધાર પિયુષ ની એટીએસે કડકાઇ ભરી પુછતાછમાં કબુલાત કરી હતી કે સાંકરદા જીઆઇડીસી ખાતે આવેલ સ્વસ્તિક સિરામિક કંપનીનાં કમ્પાઉન્ડમાં આવેલ પ્લોટ નં 13ના શેડ નંબર 1 પાચ વર્ષ થી ભાડે રાખ્યું છે તેમા પણ એમડી ડ્રગનું કેટલુંક તૈયાર રો મટીરીયલ છુપાવ્યું છે તે આધારે તુરંત સ્ટિંગ ઓપરેશન હાથ ધર્યું હતું.બપોરથી એજન્સી અને શહેર એસઓજીએ સુત્રધાર પિયુષને લઇને ધામાં નાખ્યાં હતાં અને ઊંડી તપાસ હાથ ધરી હતી તે દરમ્યાન જંગી જથ્થો મળી આવ્યો હોવાની ચર્ચા સાંભળવા મળી હતી.

દરોડામાં એફએસએલની ટીમ પણ મદદ અર્થે ઘટનાસ્થળ પર દોડી ગઈ હતી. ગોડાઉન માંથી એક ઇસમ મળી આવતા અટકાયત કરી સઘન પોલીસએ કડક પૂછપરછમા મહત્વની કડી પોલીસના હાથે લાગતા તેના આધારે આ દરોડાના નેટવર્કના મૂળ સુધી પહોંચવાની દિશામાં પોલીસે સઘન તપાસ આરંભી છે. જૉ કે પોલીસ સૂત્રો દ્વારા સત્તાવાર કોઇ જ માહીતી જાહેર કરાઈ નથી ખરેખર દરોડા દરમ્યાન ડ્રગ નો કેટલો જથ્થો મળ્યો તેમજ ગુના સાથે સીધા સંડોવાયેલા કેટલા ઇસમો ને સકંજામાં લીધા તે મોડી રાત બાદ જાણવા મળે તેવી શક્યતા છે.

Most Popular

To Top