Entertainment

બિલ ગેટ્સને ચા પીવડાવનાર ડોલી ચાયવાલાની સંપત્તિ જાણીને ચોંકી જશો, મહિને આટલું કમાય છે

નવી દિલ્હી: બિલ ગેટ્સ (Bill Gates) વિશ્વના સૌથી ધનિક લોકોમાંના એક છે. તેમની કુલ સંપત્તિ લગભગ 149 બિલિયન ડોલર છે. તેમજ તેઓ વિશ્વના પાંચમા સૌથી ધનિક વ્યક્તિ છે. બિલ ગેટ્સનો કોઇ પણ વીડિયો સોશિયલ મીડિયા (Social media) પર આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે. તેમજ બિલ ગેટ્સ જ્યારે પણ ભારતની મુલાકાતે આવે છે ત્યારે તેઓ હંમેશા કોઈને કોઈ વીડિયો કે ફોટો શેર કરે છે જે ચર્ચાનો વિષય બની જાય છે. ત્યારે તેમના ડોલીચાયવાલા (Dolly chaywala) સાથેના વાયરલ વીડિયોનો ચા વાળો પણ ઘણો ફેમસ થયો છે.

ટૂંક સમય પહેલાં જ બીલ ગેટ્સ મુકેશ અંબાણીના નાના દિકરા અનંત અંબાણીના લગ્નમાં ભારતની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન તેમનો પ્રખ્યાત ડોલી ચાયવાલા સાથેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં બિલ ગેટ્સ ‘વન ટી પ્લીઝ’ કહેતા જોવા મળ્યા હતા. આ વીડિયો બીલ ગેટ્સે પોતાના ઇનસ્ટાગ્રામ ઉપર શેર કર્યો હતો. જેમાં ડોલી ચાય વાળો ખુબ જ કુશળતાથી ચા બનાવતો જોવા મળે છે. આ વીડિયો સામે આવ્યા બાદ ડોલી ચાયવાલાની ટપરી પણ ઘણી ફેમસ થઈ ગઈ છે. ત્યારે બિલ ગેટૉસને ચા પીવડાવનાર ડોલીની નેટ વર્થ જાણી તમે પણ હેરાન રહી જશો.

ડોલી ચાયવાલાની સ્ટાઈલ
ડોલી ચાયવાલા તેની અસામાન્ય સ્ટાઈલ માટે સોશિયલ મીડિયા પર ઘણો ફેમસ છે. ડોલી ચાયવાલાએ અગાવ પણ તેના અસામાન્ય દેખાવ માટે ઘણી હેડલાઇન્સ બનાવી છે. તેજસ્વી શર્ટ, ચશ્મા અને રંગબેરંગી શૈલી ડોલી ચાયવાલાને અલગ બનાવે છે. તમને જણાવી દઈએ કે ડોલી રજનીકાંત સ્ટાઈલમાં ચા પીરસે છે.

ડોલી ચાયવાલાની નેટવર્થ
ડોલી છેલ્લા 16 વર્ષથી મહારાષ્ટ્રના નાગપુરમાં ચાની સ્ટોલ લગાવી રહ્યો છે. ઘણા સેલિબ્રિટીઓ પણ ડોલીની ચાના દિવાના છે અને તેની ટપરી પર ચા પીવા આવે છે. ડોલી ચાના સ્ટોલમાંથી સારી એવી કમાણી કરે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ડોલી લગભગ 10 લાખ રૂપિયાની પ્રોપર્ટીની માલિક છે. તેમજ તે મહિને 20,000થી વધુ રૂપિયાની કમાણી કરે છે.

લોકોને ડોલી ચાયવાલાની ચા બનાવવાની રીત ગમે છે. દૂર-દૂરથી ફૂડ વ્લોગર્સ તેમના વીડિયો બનાવવા અને સોશિયલ મીડિયા પર શેર કરવા આવે છે. જો કે જ્યારથી બિલ ગેટ્સે તેની ટપરી પર ચા પીધી ત્યારથી ડોલી ચાયવાલા વધુ પ્રખ્યાત થઈ ગયો છે.

Most Popular

To Top