Dakshin Gujarat

VIDEO: કામરેજ નજીક ટાયર ફાટતાં મુસાફરોથી ભરેલી બસ નહેરમાં પલટી મારી ગઈ

કામરેજ(Kamrej) : કામરેજ નજીક લાડવી (Ladvi) ગામની હદમાં આજે બુધવારે તા. 6 માર્ચની સવારે ચોંકાવનારી ઘટના બની હતી. અહીં દોડતી બસનું ટાયર ફાટી (Bus Tire Burst) ગયું હતું, જેના લીધે ડ્રાઈવરે બસ પરનો કાબુ ગુમાવ્યો હતો અને બસ રોડની સાઈડ પરની કેનાલમાં પલટી મારી ગઈ હતી. મુસાફરોથી ખચોખચ ભરેલી બસ નહેરમાં પડી જતા અફરાતફરી મચી ગઈ હતી. મુસાફરોએ બૂમાબૂમ મચાવી મુકી હતી. સદ્દનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.

  • કામરેજના લાડવી ગામ નજીક બુધવારે સવારે બની ઘટના
  • રાજસ્થાનથી આવતી બસનું ટાયર ફાટ્તાં બસ નહેરમાં પલ્ટી મારી ગઈ
  • બસ રોડની બાજુમાં આવેલી કાકરાપાર જમણા કાંઠાની નહેરમાં ખાબકી
  • લાડવી ગામના લોકો અને રાહદારીઓએ મુસાફરોને બસમાંથી કાઢી બચાવ્યા

વલથાણ કેનાલ રોડ થી કોસમાડા જતાં રોડ પર લાડવી ગામની હદમાં બુધવારના રોજ સવારે 11.00 કલાકે રાજસ્થાનથી (Rajshthan) મુસાફરો (Passengers) ભરીને સુરત જતી લકઝરી બસ નંબર (એ.આર.06.બી.0434) ના ડ્રાઈવર સાઈડનું આગળનું વ્હીલ અચાનક ફાટી જતાં બસ રોડની બાજુમાં આવેલી કાકરાપાર જમણા કાંઠા નહરેમાં પલ્ટી મારી ગઈ હતી.

બસ પલ્ટી મારી જતાં બસમાં બેઠેલા મુસાફરોએ બુમાબુમ કરતા રોડ પર જતાં રાહદારીઓ તેમજ લાડવી ગામના લોકો દોડી જઈ બચાવની કામગીરી કરી હતી. ફાયર વિભાગને જાણ થતાં કામરેજની ઈ.આર.સી ટીમના ફાયર ઓફિસ વિજય ટંડેલ પોતાની ટીમ સાથે દોડી જઈ બસમાંથી મુસાફરોને બહાર કાઢયા હતા.

બનાવ ની જગ્યાએ કામરેજ પીઆઈ ઓમદેવસિંહ જાડેજા સ્ટાફ સાથે દોડી ગયા હતાં. બસમાં બેઠેલા અંદાજે 20 જેટલા મુસાફરોને સામાન્ય ઈજા થતાં 108ની ટીમે સારવાર કરી હતી. જો કે બસ પલ્ટી મારતા મોટી દુર્ધટના ટળી ગઈ હતી. બસને બે ક્રેઈનની મદદ થી નહેરમાંથી બહાર કાઢવામાં આવી હતી.

Most Popular

To Top