આ ચાઈના Apps આપી રહી છે Instant લોન, ભૂલથી પણ અપ્લાય ન કરતા.!!

લાંબો સમય લોકડાઉન રહેવાને કારણે ઘણા લોકો આર્થિક સંકળામણનો સામનો કરી રહ્યા છે, લોકડાઉનના કારણે લોકોના ધંધા વેપાર લાંબો સમય સુધી બંધ રહ્યા જેના કારણે આર્થિક નુક્શાની ઉઠાવવી પડી હવે આ પરિસ્થિતીનો પણ ચાઇના ફાયદો ઉઠાવી રહ્યો છે. નાગરિકોની સલામતી સામે ખતરો હોવાને કારણે છેલ્લા એક વર્ષમાં ભારતમાં 250 થી વધુ ચાઇનીઝ Apps પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ ચીનની કેટલીક Applications હજી પણ ભારતીય લોકોના જીવ સાથે રમી રહી છે.

આ ચાઈના Apps આપી રહી છે Instant લોન, ભૂલથી પણ અપ્લાય ન કરતા.!!

અત્યાર સુધી દેશમાં હૈદરાબાદથી લઇને ગુરુગ્રામ સુધીના દરોડા બાદ પોલિસે આવી Applications ચલાવતા લોકોને પકડી પાડ્યા છે. આવી Applications ચલાવવા પાછળ ચીની લોકોનુ મગજ લાગેલુ છે. 27 વર્ષીય ઝુ વી ઉર્ફે લેમ્બો તેમાંથી એક છે જેને ચીન ભાગતી વખતે પોલિસે એરપોર્ટ પરથી ઝડપી પાડ્યો છે. ચાર કંપનીઓ મળીને 30 જેટલી લોન એપ્સ ચલાવી રહી હતી. કાર્યવાહી દરમિયાન 10 બેંક એકાઉન્ટ મળી આવ્યા તેમજ 80 કરોડ રૂપિયા ફ્રીઝ કરવામાં આવ્યા, 1.5 કરોડના વ્યવહારની હાલમાં તપાસ ચાલી રહી છે.

જ્યારે કોઇ વ્યક્તિ ગુગલ પ્લે સ્ટોર પરથી આવી એપ ડાઉનલોડ કરે છે, ત્યારે લોન લેનારની અંગત વિગતો અને ફોનમાં સેવ નંબરોની માહિતી એપ સાથે શેર કરવી પડે છે. આ એપ દ્વારા કોઇ પણ જાતની ગેરેંટી વગર લોન આપવામાં આવે છે, જેને રિકવર કરવા માટે 7 દિવસથી લઇને કેટલાક મહિનાઓનો સમય આપવામાં આવે છે. જો એક દિવસ પણ હપ્તો ભરવામાં મોડુ થાય છે, તો 3000 થી વધુની પેનલ્ટી લગાડવામાં આવે છે. આ એપ્સ લોકોની મજબૂરીનો ગેરકાનૂની રીતે ફાયદો ઉઠાવે છે, લોન લેનાર આ રકમની ભરપાઇ ન કરી શકે તેવા સંજોગોમાં તેનો ફોટો જાહેર કરી દેવામાં આવે છે અને તેમના બધા કોન્ટેક્સ પર મસેજ કરીને તેમને બદનામ કરવામાં આવે છે, જેને લઇને કેટલા બધા લોકોએ અપમાનથી બચવા માટે મોતને વ્હાલુ કરી લીધુ છે.

આ ચાઈના Apps આપી રહી છે Instant લોન, ભૂલથી પણ અપ્લાય ન કરતા.!!

એક અહેવાલ મુજબ ભારતમાં 45 ટકા જેટલી વસ્તી મહિનામાં 10,000 કરતાં ઓછુ કમાય છે, ભારતની મોટી વસ્તી સરકારી યોજનાઓથી દૂર છે. લોકો બેંકમાંથી નાની લોન લેવાનું ટાળે છે. લોકડાઉનએ રોજ કમાઇને પોતાનુ પેટ ભરનારા લોકોનાં જીવન પર મોટી અસર કરી છે. લોકડાઉન સમયે ઇન્સ્ટન્ટ લોન આપતી Applications માં વધારો થયો. હાલમાં 60% -70% જેટલી લોન આપતી Applications ચીની છે.

Related Posts