Vadodara

પાલિકા તંત્ર ઉંઘતુ ઝડપાયું

વડોદરા: વેરિયન્ટ BF.7ના કેસોને લઈ વડોદરા નું તંત્ર એલર્ટ બન્યું છે. અગાઉ ભયાનક સ્થિતિનો પરચો બતાવી કોરોનાએ અસંખ્ય લોકોના જીવ લીધા છે. વડોદરા શહેરમાં પણ સુભાનપુરામાં રહેતી 61 વર્ષીય વૃદ્ધાને અમેરિકાથી પરત ફર્યાના અઠવાડિયા બાદ બીમાર પડતાં શંકાસ્પદ કોરોનાના કેસના પગલે રિપોર્ટ કઢાવતા તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. એટલું જ નહીં તેનું જિનોમ સિક્વન્સિંગ કરતા આ નમૂનો BF.7 હોવાનું પૂરવાર થયું હતું. પરંતુ આ મહિલા ઘેર રહી ને સારવાર બાદ સ્વસ્થ થયા છે વડોદરા મા આવેલ મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલમાં SSG માં આજથી ઓક્સિજનના તમામ 7 પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે.

વડોદરા ના નગરજનો મા કોરોનાનો ભય ફેલાતા અનેક લોકો બુસ્ટર ડોઝ લેવા દોટ મૂકી છે. પરંતુ વડોદરા ના સયાજી હોસ્પીટલ, કારેલીબાગ મેન્ટલ હોસ્પીટલ, કિશનવાડી અર્બન સેન્ટર સહિત વડોદરા ના તમામ અર્બન સેન્ટરો પર કોરોના ની રસી નથી. લોકો હોસ્પીટલ અને અર્બન સેન્ટરો પર ધરમ ના ધક્કા ખાય ને પરત આવે છે. આ મામલે શહેર ના સત્તાવાળાઓ સ્પષ્ટતા કરાવી જરૂરી છે. કે ક્યાર થી વેક્સીન મુકવા ની શરૂઆત થશે હાલ વડોદરાની સયાજી હોસ્પિટલ અને ગોત્રી મેડિકલ હોસ્પિટલમાં એક પણ કોરોનાનો દર્દી દાખલ નથી. બીજી બાજુ છેલ્લા એક સપ્તાહથી પ્રતિદિન 150 જેટલા શંકાસ્પદ દર્દીઓના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.

આજે 13 જેટલાં શકાસ્પદ લોકો ના ટેસ્ટ કરવામાં આવ્યા હતા તમામ લોકો ના ટેસ્ટ નેગેટિવ આવ્યા હતા.શહેર મા કોરોનાના ભણકારા વચ્ચે કેટલાક નાગરિકો એ તકેદારી ના ભાગ રૂપે માસ્ક પહેરવાનું શરૂ કરી દીઘું છે. આમ શહેર નું આરોગ્ય તંત્ર સાબદું બન્યું છે હાલ મુખ્યમઁત્રી વડોદરા ની મુલાકાતે આવવાના હોવાથી તમામ ઉચ્ચ અધિકારીઓ મુખ્યમંત્રી ને આવકારવાની કામગીરી મા જોતરાયા છે. મુખ્યમઁત્રી ગયા બાદ વડોદરા કોર્પોરેશન દ્વારા હાલ કોઈપણ ગાઈડ લાઈન જાહેર કરવામાં આવી નથી.

પરંતુ કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે હાલ કોર્પોરેશન દ્વારા મિટિંગોનો દોર શરૂ કરવામાં આવ્યો છે. આગામી દિવસો મા કોવીડ મામલે અનેક તકેદારી ના પગલા ભરશે તેમ જણાઈ આવેલ છે.
અત્રે ઉલ્લખેનીય છે કે શહેરના ૬ લાખ લોકો બુસ્ટર ડોઝથી વંચિત છેહવે જયારે કોરોનાનો ભય છે ત્યારે ખબર પડી કે કોવિશિલ્ડ વેક્સીન જ નથી. પાંચ લાખ લોકો કોવિશિલ્ડથી વંચિત હોવાનું કહેવાય છે હવે નવી નેઝલ વેકસીન આવવાની છે શહેરમાં એક પણ વેક્સીન ન હોવાથી અને સરકાર પાસેથી વેક્સીન લેવામાં આરોગ્ય અધિકારીની નિષ્ફળતાને પગલે વેક્સીનેશન બંધ હોવાનું કહેવાય છે

Most Popular

To Top