Business

નવનિર્મિત નાનાપોંઢા તાલુકાનું સૌથી વધુ વિકસિત કોલક નદીના કાંઠે વસેલું ગામ: નાનાપોંઢા

રાજ્ય સરકારે થોડા સમય અગાઉ જ નવા તાલુકાઓની જાહેરાતમાં કપરાડા તાલુકામાંથી છૂટા પાડી નાનાપોંઢાને નવો તાલુકો જાહેર કર્યો છે. કોલક નદીના કાંઠે વસેલા અને નેશનલ હાઈવે નં.848 અને 56 જ્યાંથી પસાર થાય છે એ નાનાપોંઢા ગામ બે તાલુકાનું સૌથી વધુ વિકસિત ગામ તરીકે ગણના થાય છે. તાલુકો બન્યા બાદ નાનાપોંઢાનો વિકાસ તેજ બન્યો છે. વ્યાપારિક રીતે નાનાપોંઢા ગામ તાલુકાના 128 ઉપરાંત પારડી તાલુકાનાં 32થી વધુ ગામોના લોકો માટે ઉપયોગી છે. વાપી-નાસિક-વલસાડ-નાસિક વચ્ચે આ એકમાત્ર એક રીતે ગણીએ તો નાનું શહેર ગણી શકાય. જો કે, અહીં તમને સોયથી લઈ બાઈક, મોટરકાર, બ્રાન્ડેડ કપડાંના શો રૂમો જોવા મળશે. 2011ની વસતી ગણતરી પ્રમાણે નાનાપોંઢાની કુલ વસતી 4149 હતી, જેમાં 2138 પુરુષ અને 2011 મહિલાઓ છે. 10 વોર્ડ ધરાવતા નાનાપોંઢામાં સ્ટેટ બેંક, બેંક ઓફ બરોડા અને ખાનગી બેંક એચ.ડી.એફ.સી. કાર્યરત છે. અહીં દેશના વિવિધ ભાગમાંથી લોકો આવીને વસ્યા છે, તેઓ રોજીરોટી મેળવી બે પાંદડે થયા છે, વિશેષ કરીને અહીં રાજસ્થાનથી આવેલા વેપારીઓની સૌથી વધુ દુકાનો છે. વિવિધ જાતિના, ધર્મના લોકો અહીં વસતા હોવા છતાં કોઈ વિવાદ આજદિન સુધી થયો નથી. તમામ લોકો હળીમળીને રહે છે. માજી સરપંચ મુકેશ પટેલે ગામમાં કરેલાં વિકાસ કાર્યો થકી આજે ગામ વિકાસના પંથે છે. તેમની વિકાસ ગાથાને તેમનાં પત્ની શારદાબેન પટેલે પણ બખૂબી નિભાવી હતી. હાલ મુકેશ પટેલ સરપંચ ઉપરાંત એ.પી.એમ.સી.ના અધ્યક્ષ તરીકે પ્રશંસનીય કામગીરી કરી રહ્યા છે. તેઓ જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ તરીકે પણ બિરાજી ચૂક્યા છે. ગામમાં આવેલી મહેતા ટ્યુબ નામની કંપની સ્થાનિકોને રોજગારી આપી રહી છે.

અસ્તોલ યોજનાની ટાંકી શોભાના ગાંઠિયા સમાન, ગ્રામજનો પરેશાન


નાનાપોંઢાના ડુંગરી ફળિયામાં અસ્તોલ પાણી પુરવઠા યોજના અંતર્ગત લાખોના ખર્ચે ટાંકી બનાવવામાં આવી છે, પરંતુ શોભાના ગાંઠિયા સમાન આ ટાંકીમાં પાણી જ ન આવતાં યોજના નિષ્ફળ નીવડી છે. ગ્રામજનોએ મજબૂરીવશ સ્વખર્ચે કૂવા કે બોર બનાવી પાણીની જરૂરિયાત સંતોષવી પડે છે. તંત્રની ઉદાસીનતા સામે રોષ ઠાલવી લોકો સત્વરે પાણી મળે તેવી ઉગ્ર માંગ કરી રહ્યા છે. વડાપ્રધાન સાથે સંવાદ કરનાર મુકેશ પટેલ તાલુકા પંચાયતની બેઠક પર વિજેતા
નાનાપોંઢા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન સમયે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરનાર અને વડાપ્રધાન સાથે સીધો સંવાદ કરી ચર્ચામાં આવેલા પૂર્વ સરપંચ મુકેશ પટેલે વધુ એક સફળતા મેળવી છે. તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં, નાનાપોંઢા બેઠક પરથી તેઓ તાલુકા પંચાયતના સભ્ય તરીકે વિજેતા જાહેર થયા છે. પાયાના કાર્યકર તરીકેની તેમની છબી અને વડાપ્રધાન સાથેનો તેમનો વાર્તાલાપ મતદારોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો, જેનો લાભ તેમને આ ચૂંટણી પરિણામોમાં જોવા મળ્યો છે.
ચાના સ્ટોલ તેની વિશેષ ઓળખ


નાનાપોંઢા ગામ માત્ર તેનાં વિકાસકાર્યો માટે જ નહીં, પરંતુ પોતાની એક આગવી અને સ્વાદિષ્ટ ઓળખ માટે પણ સમગ્ર જિલ્લામાં પ્રખ્યાત બન્યું છે. આ ઓળખ છે અહીંના ચાના સ્ટોલ અને તેની અનોખી સોડમ. નાનાપોંઢામાં હાલ ૨૦થી વધુ ચાના સ્ટોલ આવેલા છે, જ્યાં મળતી ચાનો સ્વાદ એટલો અદભૂત છે કે દૂર-દૂરથી ચાના રસિયાઓ ખાસ અહીં ખેંચાઈ આવે છે. અહીંની ચાની લોકપ્રિયતાને કારણે જ નાનાપોંઢા હવે ‘ચાના શોખીનોનું હબ’ બની ગયું છે. સ્થાનિકો તેમજ મુસાફરો માટે આ ચાના સ્ટોલ વિસામાનું એક મુખ્ય કેન્દ્ર બન્યા છે. ગામના વિકાસની સાથે સાથે અહીંનો આ સ્થાનિક ચાનો વ્યવસાય પણ નાનાપોંઢાને એક અલગ ઓળખ અપાવવામાં મહત્ત્વનો ફાળો આપી રહ્યો છે. આમ, ચાની આ સોડમે નાનાપોંઢાને જિલ્લાના નકશા પર વિશેષ સ્થાન અપાવ્યું છે.
વડાપ્રધાન સાથે સંવાદ કરનાર મુકેશ પટેલ તાલુકા પંચાયતની બેઠક પર વિજેતા
નાનાપોંઢા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન સમયે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરનાર અને વડાપ્રધાન સાથે સીધો સંવાદ કરી ચર્ચામાં આવેલા પૂર્વ સરપંચ મુકેશ પટેલે વધુ એક સફળતા મેળવી છે. તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં, નાનાપોંઢા બેઠક પરથી તેઓ તાલુકા પંચાયતના સભ્ય તરીકે વિજેતા જાહેર થયા છે. પાયાના કાર્યકર તરીકેની તેમની છબી અને વડાપ્રધાન સાથેનો તેમનો વાર્તાલાપ મતદારોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો, જેનો લાભ તેમને આ ચૂંટણી પરિણામોમાં જોવા મળ્યો છે.
.

Most Popular

To Top