Madhya Gujarat

પ્રેમી પંખીડાને માર મારી માથાના વાળ કાપી ગામમાં ફેરવ્યાં

દાહોદ : રાજ્યના મંત્રીના મત વિસ્તાર માં મહિલા પર અત્યાચારના બનાવની સહી સુકાઈ નથી ત્યાં આ બીજો બનાવ દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના કોયડા ગામની પરણિતા  ઉચવાણ ગામના એક યુવક સાથે ભાગી ગયાંના સાત માસ પછી તેના પ્રથમ પતિ  સહિત અન્ય છ થી સાત ઈસમોએ ફોર વ્હીલર ગાડીમાં આવી  પરણિતા તેમજ તેનાં પ્રેમીનું  ગાડીમાં બેસાડી અપહરણ કરી માથાનાં વાળ કાપી માર મારી ગામમાં વરઘોડો કાઢતા ચકચાર મચી જવા પામી છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ ગત તા.૧૨મી જુલાઈના રોજ દેવગઢ બારીઆ તાલુકાના કોયડા ગામે રહેતો મહેશભાઈ શનાભાઈ પટેલની પત્ની મનિષાબેન ઉચવાણ ગામે રહેતાં દિલીપભાઈ તેરસીંગભાઇ પટેલ સાથે આંખ મળી જતાં  તેની  સાથે છ માસ અગાઉ ભાગી  ગઈ હતી. અને તે પછી બંન્ને ગામની પંચો દ્વારા અનેકવાર આ મામલાને લઈને ભેગી થઈ હતી તેમ છતાં પંચરાહે કોઈ નિકાલ આવ્યો ન હતો.

એક સપ્તાહ અગાઉ મનીષા અને તેનો પ્રેમી દિલીપ બંને ઉચવાન ગામે આવેલા જેની જાણ મનીષા ના પહેલા પતિ મહેશ ને થતા પરણિતાનો પહેલો પતિ મહેશભાઈ શનાભાઈ પટેલ તેની સાથે રાકેશભાઈ ભારતભાઈ પટેલ તથા તેમની સાથે બીજા છ થી સાત ઈસમોએ ગેરકાયદે મંડળી બનાવી એક પીકઅપ વાનમાં સવાર થઈ ઉચવાંન ગામે આવી  મનીષાબેન તથા દિલીપભાઈને બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, તે મારા ઉપર ખાધા ખોરાકીનો દાવો કરેલ હોય અને તેની મારે કોર્ટમાં મુદતો આવતી હોય, તું મુદતે હાજર કેમ રહેતી નથી, તેમ કહી દિલીપભાઈ તથા મનિષાબેનન જબરજસ્તીથી પીકઅપ ડાલામાં બેસાડી અપહરણ કરી કોયડા ગામે લઈ ગયાં હતાં.

જતા જતાં દિલીપ ના ભાઇ કમલેશ ને જણાવેલ કે તમારી પંચ લઇને નિકાલ કરવા કોયડા ગામે આવજો તેમ કહી બંન્ને નું  અપહરણ કરીને જતાં રહેલા  જેથી તે બાબતે દિલીપ ના ભાઈ કમલેશ પટેલ આ બાબતે પોલીસ મથકે જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી જઈને છોડવેલ જે  બંન્નેને પૂછતા મનીષા એ જણાવેલ કે     અમને બંનેને કોયડા ગામે  લઇ જઇ માથાના વાળ કાપી માર મારી માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી મારી નાખવાની ધમકી આપેલ અને  ગામમાં ફેરવેલા જેમાં મનીષા તેમજ દિલીપ ને ગંભીર ઇજાઓ થતાં દેવગઢબારિયા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયેલા. જ્યાં ગંભીર ઇજાઓ થવાના કારણે વધુ સારવાર અર્થે તેઓને ગોધરા ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ બાબતે દિલીપના ભાઈ કમલેશ પટેલે દેવગઢ બારીઆ પોલીસ મથકે મનીષાના પ્રથમ પતિ મહેશ તેમજ  રાકેશ, ભારત સહિત અન્ય ઈસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top