Gujarat Main

ગુજરાત બોર્ડ ધો.12 સાયન્સનું પરીણામ : આખા રાજ્યમાં સુરતના સૌથી વધુ વિદ્યાર્થી A-1 ગ્રેડમાં

ગુજરાત બોર્ડ (GSHEB) ધો.12 સાયન્સનું પરીણામ (HSC Science result) જાહેર થતા ઈતિહાસ (History)માં પ્રથમ વખત 100 ટકા પરિણામ (100 % result) આવ્યું છે, ધોરણ 12 સાયન્સમાં એક લાખ 7 હજાર 264 વિદ્યાર્થીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં 3245 વિદ્યાર્થીએ A1 ગ્રેડ મેળવ્યો છે, જ્યારે 15 હજાર 284 વિદ્યાર્થીએ A2 ગ્રેડ મેળવ્યો છે. જો કે મહત્વની વાત છે કે સુરતે ફરી બાજી મારી છે, અને સુરત (Surat)ના સૌથી વધુ વિદ્યાર્થી A-1 ગ્રેડમાં 546 સાથે સુરત અવ્વ્લ રહ્યું છે.

A ગ્રુપમાં 466 વિદ્યાર્થીએ 99 ટકાથી વધુ માર્ક મેળવ્યા છે, જ્યારે B ગ્રુપમાં 657 વિદ્યાર્થીએ 99 ટકાથી વધુ માર્ક મેળવ્યા છે. અમદાવાદ શહેરમાં 109 વિદ્યાર્થી અને અમદાવાદ ગ્રામ્યમાં 73 વિદ્યાર્થીએ A1 ગ્રેડ મેળવ્યો છે. સૌથી વધુ 26,831 વિદ્યાર્થીએ B2 ગ્રેડ મેળવ્યો છે. ધોરણ 12ના રેગ્યુલર વિદ્યાર્થીઓને કોરોનાને કારણે માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું, પરંતુ રિઝલ્ટ જાહેર થતાં તેમની માર્કશીટમાં ક્યાંય માસ પ્રમોશનનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. વિદ્યાર્થીઓને પરંપરાગત માર્કશીટ જ પ્રાપ્ત થશે. અત્યારે માત્ર શાળાઓ જ પરિણામ જોઈ શકશે. શાળાઓ જ વિદ્યાર્થીઓને પરિણામ જણાવશે.

ગ્રેડ પ્રમાણે વિદ્યાર્થીઓની સંખ્યા

ગ્રેડ વિદ્યાર્થીઓની સંખ્યા
A1 3,245
A2 15,284
B1 24,757
B2 26,831
C1 22,174
C2 12,071
D 2,609
E1 289
E2 4
કુલ 1,07,264

આ પરિણામ પ્રસિદ્ધ થયા બાદ કોઈ વિદ્યાર્થીને પરિણામથી અંસતોષ હોય તો તેવા વિદ્યાર્થી પરિણામ પ્રસિદ્ધ થયાના 15 દિવસમાં પોતાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની કચેરીમાં જમા કરાવવાનું રહેશે. આવા વિદ્યાર્થીઓ માટે શિક્ષણ બોર્ડ દ્વારા અલગથી પરીક્ષા યોજવામાં આવશે. આ અંગેનો કાર્યક્રમ હવે પછી જાહેર કરવામાં આવશે. પરિણામને લઇને વિદ્યાથીઓમાં ખુશીનો માહોલ છે. પરિણામ અંગે વિદ્યાર્થીઓએ ચર્ચા પણ કરી, જેમાં કોલેજમાં કઈ રીતે પ્રવેશ મેળવવો, કઈ સ્ટ્રીમમાં આગળ વધવું એ તમામ બાબતે ચર્ચા કરી અને સ્કૂલના આચાર્યએ પણ વિદ્યાર્થીઓને સલાહ-સૂચન આપ્યાં હતાં.

  • ધો.12 વિજ્ઞાન પ્રવાહના ગ્રુપ -એ ના વિદ્યાર્થીઓને ગણિત વિષય સામે ધો.10માં ગણિતના વિષયમાં મેળવેલા ગુણને ધ્યાનમાં લેવાશે
  • ધો.12 વિજ્ઞાન પ્રવાહના ગ્રુપ-બીના વિદ્યાર્થીઓને જીવ વિજ્ઞાનના ગુણ ધો.10ના વિજ્ઞાન વિષયમાં મેળવેલા ગુણને ધ્યાનમાં લેવાશે.
  • ધો.12 વિજ્ઞાન પ્રવાહના ગ્રુપ – એબીના વિદ્યાર્થીઓને ગણિતના ગુણ માટે ધો.10ના ગણિતના ગુણને ધ્યાનમાં લેવાશે, જ્યારે જીવ વિજ્ઞાનના ગુણ ધો.10ના વિજ્ઞાનના ગુણને ધ્યાનમાં લેવાશે.
  • ધો.12 રસાયણ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન માટેના ગુણ માટે ધો.10ના ગણિત અને વિજ્ઞાનના સરેરાશ ગુણને ધ્યાનમાં લેવાશે.
  • ધો.12 સામાન્ય પ્રવાહમાં પ્રથમ ભાષા અને દ્વિતીય ભાષાના ગુણને ધો.10ની પ્રથમ ભાષા અને દ્વિતીય ભાષાના ગુણને ધ્યાનમાં લેવાશે.

Most Popular

To Top