National

અહીં બર્ડ ફ્લૂના કહેરના પગલે 19 લાખ ઇંડાઓનો JCB મશીનથી નાશ કરાયો

નવી દિલ્હી (New Delhi): ગત મહિનાથી ભારત પર કોરોનાનું (Corona Pandemic) જોર ઓછું થયુ પણ સાથે સાથે બર્ડ ફ્લૂનું (Bird Flu) સંકટ તોળાવા લાગ્યુ હતુ. જો કે ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં બર્ડ ફ્લૂના કિસ્સાઓ ઓછા થવા લાગ્યા હતા. પણ થોડા દિવસ પહેલા ફરીથી દેશમાં બર્ડ ફ્લૂએ ફરી માથુ ઉચક્યું હતું. મધ્યપ્રદેશની રાજધાની, ભોપાલની કેન્દ્રીય પ્રયોગશાળા આઇસીએઆર (Indian Council of Agricultural Research) અને નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ સિક્યુરિટી એનિમલ ડિસીઝિસ (National Institute of High Security Animal Diseases -NIHSAD) એ મંગળવારે મહારાષ્ટ્રના  નંદુરબાર જિલ્લાના નવાપુરમાં (NAVAPUR) બર્ડ ફ્લૂથી (BIRD FLU) 12 વધુ મરઘા ફાર્મમાં પક્ષીઓના મોતની પુષ્ટિ કરી છે. આની સાથે મરઘાંના પાકના પ્રભાવિતોની સંખ્યા વધીને 16 થઈ ગઈ છે. આ પછી નવાપુરમાં મંગળવારે વહીવટીતંત્રે એક લાખથી વધુ મરઘાને મારવા રાજ્યને અલગ પાડી દીધું હતુ.

આજે સમાચાર આવ્યા છે કે અહીં બર્ડ ફ્લૂનો કહેર વધી ગયો છે. નવાપુરમાં કુલ 29 પોલ્ટ્રીમાંથી 24 પોલ્ટ્રી ફાર્મમાં બર્ડફ્લૂ ફેલાયો હોવાનું જાણવા મળ્યુ છે. જણાવી દઇએ કે આ સમાચાર આવતા જ 24 પોલ્ટ્રી ફાર્મમાં 5.10 લાખ પક્ષી અને 19 લાખ ઇંડાંનો જેસીબી મશીન દ્વારા નાશ કરવામાં આવ્યો છે. વધુમાં નવાપુર તાલુકામાં 28 મરઘાફાર્મમાં 9.50 લાખ જેટલા મરઘા છે. નવાપુરમાં અત્યાર સુધી 4 મરઘાફાર્મમાં લગભગ 4 લાખ મરઘાઓનું કલિંગ (Culling) કરવમાં / મારી નાંખવામાં આવ્યા છે.

અહીં દેશી મરઘાં અને બતક સહિતનાં તમામ પક્ષીઓને તાત્કાલિક ધોરણે સરકારી વાહનમાં જમા કરવાની તંત્રએ સ્થાનિક લોકો અને વેપારીઓને સૂચના આપી છે. આ હુકમનું ઉલ્લંઘન કરનાર પર ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. નાસિકના પશુપાલન કમિશનરે નવાપુર તહસીલની મુલાકાત લીધી હતી અને મરઘાં ફાર્મનું નિરીક્ષણ કર્યું હતું. વેપારીઓ અને અધિકારીઓને બર્ડ ફ્લૂથી વાકેફ કર્યા હતા. તે જ સમયે વેપારીઓએ આ નુકસાનને પહોંચી વળવાની માંગ કરી છે.

2004 અને 2005 ની વચ્ચે માત્ર એચ5એન1 બર્ડ ફ્લૂના વાયરસને રોકવા માટે એશિયામાં 100 મિલિયનથી વધુ મરઘીઓની હત્યા કરાઇ હતી. જો કે આનાથી તે ખેડુતોનું ઘણું નુકસાન થયું હતું જેમની આજીવિકા મરઘાં ઉછેરથી છે. સંયુક્ત રાષ્ટ્રની ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઇઝેશન (Food and Agriculture Organization-FAO) ના નિયમો અનુસાર, જો બર્ડ ફ્લૂ અથવા એવિયન ઈન્ફલ્યુએન્ઝા ફાટી નીકળવાની સંભાવના હોય તો પક્ષીઓની હત્યા કાયદેસરની છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top