National

સરકારે અફઘાનિસ્તાનની બાબત અંગે 26 ઑગસ્ટે સર્વપક્ષીય બેઠક બોલાવી

સરકારે અફઘાનિસ્તાનની બાબત અંગે ગુરુવારે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે, વિદેશ મંત્રી એસ જયશંકર બેઠકમાં અફઘાનિસ્તાનની હાલની પરિસ્થિતિ અંગે રાજકીય પક્ષોના ગૃહના નેતાઓને માહિતી આપશે.
સરકાર બેઠકમાં અફઘાનિસ્તાનથી તેના ઇવેક્યુએશન મિશન તેમજ કાબુલ સહિત અફઘાનિસ્તાનના લગભગ તમામ મહત્વના નગરો અને શહેરો પર તાલિબાનોના કબજાના પગલે યુદ્ધગ્રસ્ત દેશમાં પરિસ્થિતિનાની આકારણી પર ધ્યાન કેન્દ્રિત કરે તેવી અપેક્ષા છે.

જોશીએ ટ્વિટ કર્યું કે, રાજકીય પક્ષોના ગૃહના નેતાઓને 26 ઑગસ્ટે સવારે 11 વાગ્યે મુખ્ય સમિતિ રૂમ, પીએચએ, નવી દિલ્હીમાં અફઘાનિસ્તાનની હાલની પરિસ્થિતિ અંગે વિદેશ મંત્રી એસ જયશંકર દ્વારા માહિતી આપવામાં આવશે. ઇમેઇલ દ્વારા આમંત્રણો મોકલવામાં આવી રહ્યા છે. તમામ સંબંધિતોને હાજર રહેવા વિનંતી કરવામાં આવી છે.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે, તેમની પાર્ટી તૃણમૂલ કૉંગ્રેસના પ્રતિનિધિઓ આ બેઠકમાં હાજરી આપશે.ટીએમસી પ્રમુખે કોલકાતામાં રાજ્ય સચિવાલયમાં જણાવ્યું હતું કે, અમે અફઘાનિસ્તાન અંગેની ગુરુવારની સર્વપક્ષીય બેઠકમાં ચોક્કસપણે હાજર રહીશું.

આ અગાઉ, જયશંકરે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદેશ મંત્રાલય (એમઇએ)ને રાજકીય પક્ષોના ગૃહના નેતાઓને માહિતી આપવા સૂચના આપી હતી.જયશંકરે ટ્વિટર પર જણાવ્યું હતું કે, અફઘાનિસ્તાનની બાબતને ધ્યાનમાં રાખીને પીએમ નરેન્દ્ર મોદીએ સૂચના આપી છે કે, વિદેશ મંત્રાલય રાજકીય પક્ષોના ગૃહના નેતાઓને હાલની પરિસ્થિતીની માહિતી આપે.

સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશી વધુ વિગતોની જાણ કરશે.અફઘાનિસ્તાનથી ઇવેક્યુએશન મિશનના ભાગરૂપે ભારત અફઘાન શીખ અને હિન્દુ સમુદાયોના સભ્યો સહિત લગભગ 730 લોકોને પરત લાવી ચૂક્યું છે.

Most Popular

To Top