National

આઈટી પોર્ટલ પર આવી રહેલી સમસ્યાઓ દૂર કરવા સીતારમણે ઈન્ફોસિસને 15 સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો

નાણાં પ્રધાન નિર્મળા સીતારમણે સોમવારે ઈન્ફોસિસના સીઈઓ સલિલ પારેખને આવક વેરાના ફાઈલિંગ માટેની નવી વેબસાઈટમાં આવી રહેલી સમસ્યાઓ પર સરકારની નિરાશા અને ચિંતા અંગે જણાવ્યું હતું અને સમસ્ત વિઘ્નોને દૂર કરવા 15 સપ્ટેમ્બર અંતિમ તારીખ આપી હતી.

વેબસાઈટ લૉન્ચ થયાના બે મહિના બાદ પણ તેમાં સમસ્યા આવી રહી છે આ કારણથી સીતારમણે ઈન્ફોસિસના એમડી અને સીઈઓ પારેખને પોતાની ઓફિસમાં બોલાવ્યા હતા અને તેમને પોર્ટલમાં આવી રહેલી સમસ્યાનો ઉકેલ ન આવવા પાછળના કારણો પૂછ્યા હતા.
બેઠક બાદ આવક વેરા ખાતાએ નિવેદન આપ્યું હતું કે ‘માનનીય નાણાં પ્રધાને પોર્ટલની વર્તમાન કાર્યપ્રણાલીમાં કરદાતાઓને જે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે, ઈન્ફોસિસ દ્વારા 15 સપ્ટેમ્બર 2021 સુધી તેનો ઉકેલ લાવવામાં આવે. જેથી કરદાતાઓ અને પ્રોફેશનલો પોર્ટલ પર સરળતાથી કામ કરી શકે’.

નિવેદનમાં ઉમેરાયુ હતું સીતારમણે ઈ-ફાઈલિંગ પોર્ટલ પર આવી રહેલી સતત સમસ્યા પર સરકારની ચિંતા દર્શાવી હતી અને કરદાતાઓ દ્વારા વારંવાર સમસ્યાનો સામનો કરવાના મુદ્દે ઈન્ફોસિસ પાસે સ્પષ્ટતા માગી હતી.નિવેદનમાં કહેવાયું હતું, ‘પારેખે સ્પષ્ટ કર્યું હતું કે તે અને તેમની ટીમ પોર્ટલ સારી રીતે કામ કરે તેની ખાતરી કરવા સમસ્ત પ્રયાસ કરી રહ્યા છે.

તેમણે કહ્યું હતું કે 750થી વધુ લોકોની ટીમ આ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે અને ઈન્ફોસિસના સીઓઓ પ્રવીણ રાવ જાતે આ પ્રોજેક્ટને જોઈ રહ્યા છે. તેમણે ખાતરી આપી હતી કે પોર્ટલ પર કરદાતાઓને નિર્વિઘ્ન કામ કરવાનો અનુભવ થાય તે માટે ઈન્ફોસિસ ઝડપથી કામ કરી રહ્યુ છે.

Most Popular

To Top