Gujarat

બાહોશ IAS અધિકારી ડો.ગુરુપ્રસાદ મહાપાત્રા કોરોના સામેનો જંગ હારી ગયા

કોરોના સામે વધુ એક બાહોશ અધિકારીએ દમ તોડ્યો છે. ગુજરાત કેડરનાં IAS ઓફિસર ડો.ગુરુપ્રસાદ મહાપાત્રા (dr guruprasad mohapatra) નું કોરોનાને કારણે નિધન થયું છે. તેઓ કોરોના સામેનો જંગ હારી ગયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ( pm narendra modi) એ ઉદ્યોગ અને આંતરિક વેપાર પ્રમોશન વિભાગ (ડી.પી.આઇ.આઇ.ટી.) ના સચિવ તેમજ સુરતના પૂર્વ મ્યુનીસિપલ કમિશ્નર ગુરુપ્રસાદ મહાપત્રાના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું છે. પીએમ મોદીએ ટ્વીટ કર્યું: છે , “ગુરુપ્રસાદ મહાપત્રાના અવસાનથી ઘણું દુ:ખ થાય છે, મેં તેમની સાથે ગુજરાતમાં અને કેન્દ્રમાં બહોળા પ્રમાણમાં કામ કર્યું હતું

તેમને વહીવટી મુદ્દાઓની સારી સમજ હતી અને તેઓ તેમના નવા ઉત્સાહ માટે જાણીતા હતા. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે સંવેદના.”:તેમનો સુરત સાથેનો નાતો પણ ખૂબ નજીકનો રહ્યો હતો.તેમણે સુરતીઓના સમર્થને વૈશાવિક કક્ષાએ સ્થાન આપાવ્યું હતું. તેમના એક જ નિવેદને સુરતીઓને રેઝિલિયન્ટ સિટીઝમાં વૈશ્વિક કક્ષાએ સ્થાન આપવ્યું હતું.મહાપાત્રા 199 થી 2002 સુધી સુરત મનપાના પણ કમિશ્નર રહી ચુક્યા હતા. ગુરૂપ્રસાદ મહાપાત્રા કેન્દ્રમાં એરપોર્ટ ઓથોરિટીના ચેરમેન રહી ચૂક્યા હતા.

તમને જણાવી દઈએ કે ગુરુપ્રસાદ મહાપત્રના મોત અંગેની માહિતી કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલે આપી હતી. તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે ગુરુપ્રસાદ મહાપત્રાના અવસાનના સમાચાર સાંભળીને ખૂબ જ દુખ થયું છે, તેમણે લાંબા સમય સુધી સરકારમાં સેવા આપી હતી.

તેમણે તેમના કાર્યકાળ દરમિયાન જે સમર્પણ બતાવ્યું તે લાંબા સમય સુધી ચાલશે, ડો..ગુરુપ્રસાદ મહાપત્રના પરિવારના સભ્યો અને તેના મિત્રો પ્રત્યેની મારી સહાનુભૂતિ. ધર્મેન્દ્ર પ્રધાને પણ ટ્વીટ કર્યું: કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પણ મહાપત્રના મોત પર ટ્વીટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું છે કે દેશએ એક સક્ષમ સંચાલક ગુમાવ્યો છે. તેમણે ગુજરાતમાં શહેરી વિકાસની સ્થિતિ સુધારવામાં અજોડ યોગદાન આપ્યું, અનેક જાહેર ઉદ્યોગોનું નેતૃત્વ કર્યું અને વાણિજ્ય અને ઉડ્ડયન ક્ષેત્રે પણ પહેલ કરી હતી.

“ગુરુપ્રસાદ મહાપત્ર કોણ હતા?

તમને જણાવી દઈએ કે ગુરુપ્રસાદ મહાપત્ર 1986 ની બેચના ગુજરાત કેડરના આઈએએસ અધિકારી હતા. ગુરુપ્રસાદ મહાપત્રાએ વાણિજ્ય મંત્રાલયમાં જોઇન્ટ સેક્રેટરી તરીકે પણ કામ કર્યું હતું. અહીં તેમણે સ્પેસિયલ ઈકોનોમી ઝોન માટે ખૂબ કામ કર્યું હતું. વિશેષ આર્થિક ક્ષેત્ર .ગુરુપ્રસાદ મહાપત્રા એરપોર્ટ ઓથોરિટીના અધ્યક્ષ પણ હતા.તેણે એરપોર્ટ ઓથોરિટીને આગળ વધવાની નવી દિશા આપી હતી. 1 ઓગસ્ટ 2019 ના રોજ, તેઓ ઉદ્યોગ અને આંતરિક વેપાર પ્રમોશન વિભાગના સચિવ બન્યા હતા.દેશને તેમના અચાનક નિધનથી ખૂબ જ ખોટ લાગશે.

Most Popular

To Top