SURAT

અકસ્માતનો હચમચાવી દેનારો વીડિયો, ટ્રકે ટક્કર મારતા બાળકનો હાથ ખભાથી છૂટો પડી ગયો

સુરત : શહેરના ડીંડોલી વિસ્તારમાં આજે બુધવારે તા. 3 જાન્યુઆરીની સવારે હચમચાવી દેનારી ઘટના બની છે. અહીં રોડ ક્રોસ કરતા એક બાળકને ટ્રકે અડફેટે લીધો હતો. આ અકસ્માતમાં બાળકનો હાથ ખભાથી છૂટો પડી ગયો હતો. અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ડીંડોલી શ્રી હરિ સોસાયટી નજીક બેફામ ટ્રકના ચાલકે 5 વર્ષના બાળક ને અડફેટે લેતા માસુમ બાળકનો હાથ ખભાથી છૂટો પડી ગયો હતો. આજે સવારે બનેલી ઘટના બાદ માસુમ બાળકને કપાઈ ગયેલા હાથ સાથે 108ની મદદથી સિવિલ લવાતા ડોક્ટરો દોડતા થઈ ગયા હતા. સર્જરી, બાળ નિષ્ણાત, ઓર્થો, પ્લાસ્ટિક સર્જન સહિતના તમામ વિભાગના ડોક્ટરોએ સંયુક્ત સારવાર આપી બાળકના હાથની રી-કન્સ્ટ્રક્શન સર્જરી માટે ઓપરેશનમાં લઇ ગયા હતા. માસુમ બાળક મહાદેવના દર્શન કરી ઘરે જતા કાળમુખી ટ્રકની અડફેટે ચઢ્યો હતો. હાલ બાળકની તબિયત સાધારણ હોવાનું ડોક્ટરોએ કહ્યું છે.

પરિવારે જણાવ્યું હતું કે તેઓ મૂળ મહારાષ્ટ્રના રહેવાસી છે. 10 વર્ષથી સુરતમાં રોજગારી મેળવી રહ્યા છે. માસુમ ગૌરવ પ્રકાશ જ્ઞાન (ઉં.વ.6)ના પિતા ટેમ્પો ડ્રાઇવર છે. ગૌરવ 7 બહેનો નો એક નો એક ભાઈ છે. 3 મહિના પહેલા જ આખું પરિવાર ડિંડોલીની શ્રી હરિ સોસાયટીમાં રહેવા આવ્યું હતું. એક મહિના પહેલા જ એક દીકરીના લગ્ન આ સોસાયટીમાં કર્યા હતા.

વધુમાં જણાવ્યું હતું કે, માસુમ ગૌરવ ને આ સોસાયટીમાં રહેવા આવ્યા બાદ ઘર નજીક આવેલા શિવજી મંદિરમાં
દર્શન કરવા જવાની આદત પડી હતી. સવાર-સાંજ મંદિરે જઇ શિવજી ની ભક્તિ કરતો હતો. આજે પણ મંદિરે દર્શન કરી પરત ફરતી વખતે આઇસર ટેમ્પોના ચાલકે અડફેટે લેતા ડાબો હાથ છુટ્ટો પડી ગયો હતો.

ઘટનાની જાણ થયા બાદ લોકો ભેગા થઈ ગયા હતા. 108ની મદદથી માસુમ ઇજાગ્રસ્ત ગૌરવ અને છૂટો પડી ગયેલો તેનો હાથ એક થેલીમાં ભરી સિવિલ લઈ આવ્યા હતા. લોકોએ કહ્યું હતું કે ટ્રક અનાજ ભરેલી હતી.

સિવિલના મેડિકલ ઓફિસરે જણાવ્યું હતું કે ઘટનાની ખૂબ જ ગંભીર હતી. તબીબી તપાસમાં પગમાં પણ ફેક્ચર હતું. જોકે બાળકની હિંમત જોઈ ડૉક્ટરોનો જુસ્સો વધ્યો હતો. તાત્કાલિક સર્જરી, ઓર્થો, પીડિયા, પ્લાસ્ટિક સર્જન, સહિતના તમામ વિભાગના ડોક્ટરોને જાણ કરી ટ્રોમાંમાં બોલાવી લેવાયા હતા.

એટલું જ નહીં પણ છૂટો પડી ગયેલો હાથ થેલીમાંથી બહાર કાઢી આઇસ બોક્સમાં ફ્રીઝર કરી દેવાયો હતો. માસુમ બાળક ને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી લોહીના સેમ્પલ લેબમાં મોકલી અપાયા હતા. ત્યાર બાદ ખૂબ જ ઓછા સમયમાં બાળકને ઓપરેશનમાં લઈ જવાયોયો હતો. હાથ બેસાડવાની કામગીરી શરૂ કરી દેવાઈ હતી.

Most Popular

To Top