Columns

ભગવાન શ્રીકૃષ્ણની કળાઓ

ભગવાન વિષ્ણુના 24 અવતારો શાસ્ત્રોમાં વર્ણવ્યા છે. સનાતન ધર્મપ્રેમીઓ આનાથી સારી રીતે પરિચિત  છે.  પુરાણ, શ્રુતિ વગેરેના માધ્યમ દ્વારા આપણને અવતારો િવશે જાણકારી પ્રાપ્ત થાય છે. બધા  અવતારો ભગવાન શ્રીકૃષ્ણ શ્રેષ્ઠ અવતાર  છે કારણ કે તે સંપૂર્ણ કળા અવતાર છે. જયારે બાકી અન્ય અવતાર રૂપોમાં િવષ્ણુભગવાને ફકત થોડી કળાઓ ધારણ કરી અવતરણ થયા હતા કે જે કળાઓ  ભગવાન શ્રીકૃષ્ણએ પૂર્ણ અવતાર બનાવે છે.તેના વિશે જાણવું અત્યંત જરૂરી છે. જે તે કળાઓ ભગવાન શ્રીકૃષ્ણને પૂર્ણ અવતાર બનાવે છે. કલા એ વિશેષ પ્રકારનો ગુણ માનવામાં આવે છે એટલે કે િવશેષ િવચારવું વિશેષ કાર્ય પદ્ધિતિ સામાન્ય ગુણથી વધુ વિચારવું, સમજવું વગેરે વગેરે….
ભગવાનની 16 કળાઓ થકી શાસ્ત્રો ભગવાન શ્રીકૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ અવતાર ગણે છે.

શ્રીસંપદા : શ્રીસંપદાનો મતલબ જેની પાસે શ્રી કલા (લક્ષ્મીદેવી) તે ધનવાન હોય છે. ધનવાનનો મતલબ ફકત પૈસા નહીં પણ મન, વચન અને કર્મથી પણ ધનવાન હોવું જરૂરી છે. આવી વ્યકિત પાસે જયારે કોઇ આશા લઇને આવે છે તો તે વ્યકિત આવનારને નિરાશ કરતી નથી. શ્રીસંપદાયુક્ત વ્યકિત પાસે મહાલક્ષ્મીનો સ્થાયી િનવાસ હોય છે. ભૂસંપદા: ભૂસંપદાનો મતલબ થાય આ કલાયુક્ત વ્યકિત ભૂ(જમીન)નો માલિક હોય છે અથવા તો તે જમીન પર રાજ કરે છે. આનેે ભૂસંપદા વ્યકિત કહેવાય છે. કીર્તિદા સંપદા: કીર્તિ એટલે ખ્યાતિ અથવા પ્રસિદ્ધિ જે દેશ અથવા દુનિયામાં પ્રસિદ્ધ હોય અને બધા લોકોને લોકપ્રિય હોય અને વિશ્વાસપાત્ર કે લોકકલ્ણાયના કાર્યમાં હંમેશાં અગ્રેસર રહે છે. એવી વ્યકિતને કીર્તિસંપદા કહેવાય છે.

વાણી સંમોહન : કેટલાક લોકોના અવાજમાં એક અલગ પ્રકારનું સંમોહન હોય છે. લોકો ઇચ્છા વગર પણ તે વ્યકિતની વાણી અને અંદાજના વખાણ કરે છે. આવા લોકો પર મા સસ્વતીની િવશેષ કૃપા હોય છે. તેમની વાણી સાંભળીને ક્રોધ પણ એકદમ શાંત થઇ જાય છે. આવા લોકો વાણી કળાયુક્ત વ્યકિત કહેવાય છે. લીલા: આ કળાની પ્રભાવિત વ્યકિત ચમત્કારિક હોય છે અને તેના દર્શન કરવાથી એક અલગ પ્રકારનો આનંદ મળે છે. ભગવાન શ્રીહરિની કૃપાથી આવી વ્યકિતને કંઇક વિશેષ શકિત પ્રાપ્ત થયેલ  હોય છે. એવી વ્યકિત પોતાનું જીવન ભગવાને આપેલ પ્રસાદ સમજીને વ્યતિત કરે છે. કાંતિ (પ્રભા): આકળાના વ્યકિતને અલગ અંદાજમાં તેજ હોય છે. તેમને જોવાથી દર્શનાર્થી પોતાનું શાન, ભાન ભૂલી જાય છે. તેમનું રૂપનું સૌૈંદર્યથી બહુત પ્રભાવિત થઇ જવાય છે.

વિદ્યા: િવદ્યા પણ એક કળા છે. જેમની પાસે િવદ્યા છે તેમની પાસે અનેક પ્રકારના ગુણો સ્વયંમ્ આવી જાય છે. વિદ્યા પારંગત વ્યકિત વેદાંત, સંગીત, મર્મજ્ઞ, યુદ્ધકળા, રાજનીતિ તથા કૂૂટનીતિમાં પારંગત હોય છે. વિમલા(છળકપટ:) ભેદભાવથી મુક્ત થઇ નિષ્પક્ષ રહી જેના મનમાં કોઇ પણ પ્રકારનાં કપટ, દોષ, હોતાં નથી તથા આચારવિચારમાં વ્યવહારમાં િનર્મળ હોય છે. એવી ગુણયુક્ત વ્યકિત વિમલકળાયુક્ત કહેવાય છે. ઉત્કર્ષણશકિત : એટલે કે કોઇને પ્રેરિત કરવાની ક્ષમતા.  આ ગુણ થકી કોઇ વિશેષ લક્ષ પ્રાપ્ત કરવા માટે યોગ્ય માર્ગદર્શન કરીને પ્રોત્સાહિત કરે છે. જેવી રીતે ભગવાન શ્રીકૃષ્ણ યુદ્ધભૂિમમાં યુદ્ધ ના કરવાનો દૃઢ િનશ્રિય કરી ચૂકેલા અર્જનને ગીતાનો ઉપદેશ આપી યુદ્ધ માટે પ્રોત્સાહિત કરે છે.

નીરક્ષીર વિવેક : આવું જ્ઞાન પ્રાપ્ત હોય તેવી વ્યકિતમાં પોતાના જ્ઞાનથી ઉચિત ન્યાય કરવાની ક્ષમતા હોય છે. આવી વ્યકિત વિવેકશીલ હોય છે અને વિવેક થકી કઠીન સમસ્યાને સાચા માર્ગ થકી ઉકેલવાની ક્ષમતા હોય છે. સત્યધારણ: આવી વ્યકિત સત્યને ધારણ કરવાની ક્ષમતા ધરાવે છે. વિનય : વિનયશીલ વ્યકિતને અહમ અને અહમનો ભાવ સ્પર્શી શકતો નથી. યોગશકિત : યોગશકિત એટલે આધ્યાિત્મકતા દ્વારા આત્માને પરમાત્મા સાથે જોડવાની શકિત. આધિપત્ય: સ્વયમ્ પ્રભાવશાળી હોય છે કે જેના દ્વારા લોકો એના આિધપત્યનો સ્વીકાર કરે છે.

Most Popular

To Top