Vadodara

શિક્ષક દારૂ પીને શાળામાં આવતા વિદ્યાર્થીઓમાં દહેશત

નસવાડી : નસવાડી તાલુકાના વાંકી ખાખર પ્રાથમિક શાળાના શિક્ષક દારૂના નશામાં ધૂત થયાનો વીડિયો વાયરલ થયો હતો. ગ્રામજનો શિક્ષક સામે રોષ ફાટી નીકળ્યું હતું. જેના પગલે દારૂનાે નશાે કરનાર શિક્ષકનું ટી.પી.ઓ.એ અહેવાલ તૈયાર કરી જિલ્લા શિક્ષણ અધિકારીને મોકલ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર નસવાડી તાલુકાના વાંકીખાખર પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 5ના વર્ગો ચાલેછે જેમાં 2 શિક્ષકો ફરજ બજાવે છે જેમાં વાંકી ખાખર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ચૌધરી પ્રકાશ શંકરભાઈ ફરજ બજાવે છે. જે શિક્ષક શુક્રવારના રોજ સવારે દારૂના નશામાં શાળાએ આવી હંગામો મચાવ્યો હતો. જેને લઇ ગ્રામજનો ભેગા થઇ શિક્ષકને ખખડાવ્યો હતો અને અધિકારીઓને શાળાએ બોલાવ્યા હતા. શિક્ષક શાળાએ દારૂ પીધેલી હાલતમાં શાળાએ આવતા બાળકો પણ ગભરાઈ ગયા હતા. દારૂ પીને આવેલા શિક્ષકનો ગામના એક જાગૃત નાગરિકે વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. આ  સમગ્ર ઘટનાથી શિક્ષક જગતમાં ખળભળાટ મચી ગયો હતો. વીડિયોને લઇ ટી.પી.ઓએ શાળાએ પહોંચી જઈ ગ્રામજનોના નિવેદનો લઇ અહેવાલ તૈયાર કરી જિલ્લા શિક્ષણ અધિકારીને મોકલી દીધો હોવાનું જાણવા મળ્યું છે.

Most Popular

To Top