Charchapatra

ખાણી-પીણીના શોખીન સુરતીલાલાઓ ભકિતભાવમાં પણ શૂરા પુરા

આ વર્ષના પવિત્ર અધિકમાસ અને પવિત્ર શ્રાવણ માસમા ઘર આંગણાના મહાદેવના મંદિરો સહિત શહેરના દૂર દૂરના મંદિરોમાં વિશેષ આજની નવી પેઢીના યુવાનોની બહુ ભારી ભીડ જોવા મળી. અત્યારે ગણેશજીનો મહિમા શરૂ થયો છે. દિન પ્રતિદિન આજની યુવા પેઢીમાં ધર્મ પ્રત્યેની ઉંડી આસ્યાજોવા મળી. વહેલી સવારમાં અધિકે રાધા પુરુષોત્તમ દેવકી જય અને એ સાથે હર હર મહાદેવના નાદથી મંદિરો ગુંજી ઉઠયા. આ પવિત્ર શાંત વાતાવરણ હૃદયને સ્પર્શી ગયું. જાણે બીજુ બધુ ભુલાય ગયુ અને મન મંદિર મય બની ગયું.

મંદિરના પૂજારી પણ રાજીના રેડ થઇ ગયા. તેઓની આજ્ઞાનુ યુવાનોએ શીસ્તબધ્ધ રીતે પાલન કર્યું. કઇ કેટલાય ગ્રુપ બ્રહ્મ મહૂરતમાં હાજર થઇ જઇ વિધિસરની પૂજા કરાવી મહારાજના આશિર્વાદ લઇને નમન કરી બે હાથ જોડીને વંદન કરી વિદાય લેતા જોવા મળ્યા. દરેક ક્ષેત્રમાં આજની નવી પેઢી ભકિતભાવ સાથે સખત મહેનત કરી પોતાનું અને પરિવારનું નામ રોશન કરી રહી છે. હવે નવી પેઢીના નવ યુવાનો વ્યસનથી પણ મુકત થવાના સંકલ્પ કરી એ દિશામાં સફળ થઇ રહ્યા છે. કઇ કેટલાયે યુવાનો માવા, તમાકુ, ગુટખા, પાન બીડી, સિગારેટ છોડી વ્યસનથી મુકત થઇ ગયા છે.

મંદિરના મહારાજની પવિત્ર વિધિ સાથે એમના આશિર્વચન યુવાનોને ફળ્યા છે. કેટલાક યુવાનોએ મંદિરમા દારૂ અને નોનવેજ કાયમ માટે છોડી દેવાની પાણી મૂકીને પ્રતિજ્ઞા પણ લીધી છે. એ લોકો એવું માનતા થયા છે. આ બે મહિનામાં એના વગર રહી શકાતુ હોય તો જીંદગીભર પણ જો મજબૂત સંકલ્પ કરીએ તો કાઇ અઘરુ નથી. ઇચ્છાશકિત પ્રબળ રાખવી જોઇએ. તો કોઇ કામ મુશ્કેલ નથી. પરિવર્તન કોઇ પણ દિશામાંથી આવતુ હોય એ પછી શિક્ષણથી આવતુ હોય, ભકિતભાવથી આવતુ હોય, ઠોકર ખાઇને આવતુ હોય, યુવાનો પર, આમજનતા પર મહાદેવદાદાની કૃપા સતત વરસતી રહે એવી શુભભાવના.
સુરત     – જગદીશ પાનવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

શિક્ષક જ વિદ્યાર્થીનું પાઠયપુસ્તક
મ. ગાંધીજીએ લખ્યું છે, દરેક બાળકને ઘણાં પુસ્તકો અપાવવાની મેં જરૂર નહોતી જોઇ. વિદ્યાર્થીનું પાઠયપુસ્તક શિક્ષક જ હોય એમ મને લાગ્યું છે. શિક્ષકોએ પુસ્તકોમાંથી શીખવેલું એવું થોડું જ મને યાદ છે. જેઓએ પોતાને મુખેથી શીખવેલું તેનું સ્મરણ આજે પણ રહી ગયું છે. બાળકો આંખેથી ગ્રહણ કરે છે તેના કરતાં કાનેથી સાંભળેલું ઓછા પરિશ્રમથી ને ઘણું વધારે ગ્રહણ કરી શકે છે.
વિજલપોર  – ડાહ્યાભાઈ હરિભાઈ પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top