SURAT

સુરતના વરાછા વિસ્તારમાં રહેતા કર્મકાંડી બ્રાહ્મણ સાથે બની આ અનોખી ઘટના

સુરત: (Surat) મારે દાન કરવુ છે જણાવીને કર્મકાંડી બ્રાહમણની (Brahmin) તિજોરી (Safe) ઠગ (Thug) દ્વારા સાફ કરી નાંખવામાં આવી હતી. ફિલ્મી ઢબે (Filmy Style) ઠગ દ્વારા છેતરપિંડી કરવામાં આવી હતી, પાંચસોની ગડી બતાવીને ઠગ બ્રાહમણની તિજોરીમાં મૂકેલા ચાર લાખના દાગીના સાફ કરી ગયો હતો.

  • મારે દાન કરવુ છે જણાવીને કર્મકાંડી બ્રાહ્મણની તિજોરી ઠગે સાફ કરી નાંખી
  • કર્મકાંડી બ્રાહમણને પાંચસોની નોટની ગડી બતાવીને ગઠિયો આખી તિજોરી સાફ કરી ગયો

આ કિસ્સામાં હિતેષ જાદવ દવે ઉ. વર્ષ 34 રહેવાસી : ઇશ્વરકૃપા સોસાયટી એલએચરોડ,વરાછા મૂળ વતન રાજુલા અમરેલી દ્વારા વરાછામાં પોલીસ ફરિયાદ લખાવવામાં આવી હતી. આ ફરિયાદમાં તેઓએ જણાવ્યુંકે ગઇ તા. 5 જાન્યુઆરીના રોજ તેઓ ઘરે હાજર નહી હતા ત્યારે કોઇ અજાણ્યો ઇસમ તેમની મમ્મી મંજૂલાબેન પાસે આવ્યો હતો. તેમની મમ્બીએ તેઓને જણાવ્યુંકે આ ભાઇ દાન કરવા માંગે છે. ત્યારબાદ આ ઇસમે પાંચસોની ઢગલી કાઢીને હિતેષ જાદવના મમ્મી મંજૂલાબેનના હાથમાં મૂકી હતી. મમ્મી મંજૂલાબેનને આ ઠગ દ્વારા એવુ જણાવવામાં આવ્યુકે તેઓએ એવી બાધા છે કે બ્રાહમણના દાગીનાને તે નાણા લગાડીને દાન કરશે.

તેથી મંજૂલાબેન દ્વારા તિજોરીમાંથી બે સોનાના પાટલા જેની કિંમત 1 લાખ જેટલી થાય છે તે લાવીને આ ઠગને આપ્યા હતા. ત્યારબાદ આ ઠગે લાલ કપડુ કાઢીને પાંચસોની નોટ સાથે સોનાની બગડીઓ મૂકી દીધી હતી. જો બીજુ સોનુ હોયતો પોતે વધારે દાન કરવા માંગે છે જણાવીને આ ઠગે ફરીથી મંજૂલાબેન પાસે સોનુ માંગ્યુ હતુ. મંજૂલાબેને તેઓ પાસે પાંચ તોલાનો હાર અને એક સોનાનુ પેંડલ જેની કિંમત 3 લાખ જેટલી થાય છે તે લાવીને આ ઠઘના હાથમાં આપ્યુ હતુ.

આ તમામ નાણા લઇને આ ઠગ દ્વારા પ્લાસ્ટીકની કોથળીમાં નાંખવામાં આવ્યા હતા. આ કોથળી તેણે મંજૂલાબેનને તિજોરીમાં મૂકીને અગરબતી કરવા જણાવ્યુ હતુ. સાંજના સમયે તેણે આપેલા પૈસા કાઢી લેવા માટે તેણે જણાવીને ચાલતી પકડી હતી. દરમિયાન હિતેષભાઇ અને તેમની માતા મંજૂલાબેનને શંકા જતા તેઓએ તિજોરી ખોલતા તેમાં દાગીના નહી હતા, આ ઉપરાંત પાંચસોની ગડીઓ પણ ગાયબ હતી. આમ અજાણ્યા ઇસમ દ્વારા બ્રાહમણને દાન કરવાનુ જણાવીને ચાર લાખની ઠગાઇ કરવામાં આવી હતી. વરાછા પોલીસ દ્વારા આ મામલે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Most Popular

To Top