SURAT

યુવતીની વાતોથી ઉત્તેજીત થઈ વિડીયો કોલ પર કપડાં ઉતારનારા સુરતના બે યુવકો ખરાબ રીતે ફસાયા..

સુરત (Surat) : ફેસબુક (Facebook) ઉપર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલીને બાદમાં વોટ્સએપ નંબર મેળવી વિડીયો કોલ (Video Call) કરી ન્યૂડ (Nude) વિડીયો બનાવી આ વિડીયો વાયરલ (Viral) કરવાની ધમકી આપી રૂપિયા ખંખેરતી ગેંગ (Gang) ફરી સક્રિય થઈ છે. પારડી કણદે ખાતે રહેતો યુવક તેમનો શિકાર બનતાં તેની પાસેથી 1.20 લાખ ખંખેરી લેતાં સચિન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

સચિનના પારડી કણદેમાં રહેતા 38 વર્ષીય પ્રકાશ (નામ બદલ્યું છે) સચિન હોજીવાલા ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં આવેલી કંપનીમાં નોકરી કરે છે. તેને ગત 15 મેના રોજ અજાણી યુવતી અનીશા પરમારના ફેસબુક આઈડી પરથી ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી. પ્રકાશે ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારતાં યુવતીએ તેને મેસેજ કરવાનું શરૂ કર્યું હતું. અને બાદમાં તેની સાથે ન્યૂડ વાતો કરી તેની સાથે સેક્સ (Sex) કરવા માટે વિડીયો કોલ કરવા કહ્યું હતું. બાદમાં અનીશા પરમાર નામથી આ યુવતીએ યુવકને વિડીયો કોલ કરી તેની સાથે બીભત્સ વાતો કરી યુવકનાં કપડાં ઉતારાવી દીધા હતા. અને તેનો ન્યૂડ વિડીયો બનાવી લીધો હતો. આ વિડીયો તેને વોટ્સઅપ પર મોકલી અલગ અલગ ત્રણથી ચાર નંબર પરથી ફોન કરી પૈસા નહીં આપે તો ન્યૂડ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી. બાદમાં આ ઇસમોએ ન્યૂડ વિડીયો હટાવવા 1.20 લાખ રૂપિયા યુવાન પાસે પડાવી લેતા ભોગ બનનારે સચિન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ (Police Complaint) નોંધાવી હતી. પોલીસે તપાસ કરતાં જે ખાતામાં રૂપિયા ટ્રાન્સફર થયા તે મધ્યપ્રદેશની બેંકના ખાતામાં ટ્રાન્સફર થયા છે.

મુંબઈ ક્રાઈમ બ્રાંચના નામે ફોન કરી ઝાંસામાં લઈ આ રીતે ફસાવ્યો
પ્રકાશે શરૂઆતમાં પૈસા નહીં આપતાં 17 મેના રોજ બપોરે મુંબઈ ક્રાઈમ બ્રાંચમાંથી બોલું છું કહીને ફોન આવ્યો હતો. તમારા ન્યૂડ વિડીયો સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થયા છે. જે વિડીયો અટકાવવા કોઈ મુકેશ નામવાળા વ્યક્તિ કે જે યુ-ટ્યુબર પર જોબ કરે છે અને જે મારો મિત્ર છે, તેના મોબાઈલ પર સંપર્ક કરો. જે તેને મેઈલ કરશે અને જાણ કરશે. ત્યારબાદ આ વિડીયો વાયરલ નહીં થાય તેવું જણાવ્યું હતું. પ્રકાશે એ નંબર પર ફોન કરતા તેણે પોતે યુ-ટ્યુબમાંથી મુકેશ બોલું છું તેમ કહી પોતે સોશિયલ મીડિયામાં જાહેર થયેલી ન્યૂડ કોમેન્ટ તથા ન્યૂડ વિડીયો બંધ કરવા ક્રાઈમ બ્રાંચમાં રિપોર્ટ આપું છું. તમારો ખરાબ વિડીયો 80 ટકા અપલોડ થયો છે અને 20 ટકા બાકી છે. તમે જલદીથી પેનલ્ટી ચાર્જ 41 હજાર અને બાદમાં અલગ અલગ ચાર્જના 1.20 લાખ ભરાવ્યા હતા. આ નાણાંના 10 ટકા કપાઈ જશે અને બાકીના તમારા ખાતામાં પર જમા થશે તેવું જણાવ્યું હતું.

યુવતીએ સ્યુસાઈડ કર્યાનું કહી બીજા 72 હજારની માંગણી કરી
પ્રકાશ પાસેથી 1.20 લાખ પડાવ્યા બાદ 2 જૂને ફરીથી તેના મોબાઈલ પર ફોન આવ્યો હતો. અને તેને ફેસબુકવાળી અજાણી યુવતીએ સ્યુસાઈડ કરી લીધી હોવાનું કહ્યું હતું. તમારી સામે ફરિયાદ કરવાના છીએ ફરિયાદ નહીં કરવા માટે બીજા 72 હજાર રૂપિયાની માંગણી કરી હતી.

26 વર્ષના યુવકનો વિડીયો રેકોર્ડિંગ કરી વાયરલ કરવાની ધમકી આપી
સચીન જીઆઈડીસી તલંગપુર ખાતે રહેતો 26 વર્ષીય વિક્રમ (નામ બદલ્યું છે) સચિન જીઆઈડીસી ખાતે ડાયમંડ પાર્કમાં આવેલી કંપનીમાં નોકરી કરે છે. વિક્રમને ગત 2 જૂને ફેસબુક આઈડી પર રિયા મલિક નામની ફેસબુક આઈડી પરથી ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી. વિક્રમે રિક્વેસ્ટ સ્વીકારતાં રિયા મલિક સાથે ફેસબુક મેસેન્જર પર વાતચીત શરૂ કરી હતી. વિક્રમનો વોટ્સએપ નંબર માંગતાં તેને નંબર આપ્યો હતો. બાદમાં રાત્રે રિયા મલિકે તેના મોબાઈલ પરથી વોટ્સએપ વિડીયો કોલ કર્યો હતો. જેમાં વિડીયોમાં મહિલા ન્યૂડ હાલતમાં હતી. દરમિયાન વિડીયો કોલનું વિક્રમનું મોં દેખાય એ રીતે મોબાઈલના સ્ક્રીન રેકોર્ડિંગ કરી લીધી હતી. અને આ રેકોર્ડિંગ તેણે વોટ્સએપ પર વિક્રમને મોકલી આપ્યું હતું. બાદ વિક્રમ પાસે પૈસાની માંગણી કરી હતી. નહીંતર વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી. બાદ એક વ્યક્તિએ ફોન કરીને તેના ગૂગલ પે ઉપર 5,150 રૂપિયા ટ્રાન્સફર કરવા કહેતાં વિક્રમ પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું સમજી ગયો હતો. અને તેને સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

Most Popular

To Top