SURAT

સુરત ક્રાઈમ ડીસીપી તરીકે પ્રથમ વખત મહિલા અધિકારી નિમાયા, રૂપલ સોલંકીની નિમણૂક

સુરત: (Surat) છેલ્લા પાંચ-છ મહિનાથી આઈપીએસની (IPS) બદલીઓને લઈને સતત મેસેજ વહેતા હતાં. પરંતુ દર વખતે આ ચર્ચા અફવા સાહિત થતી હતી. બે દિવસ પહેલા જ વિધાનસભા સમાપ્ત થયા બાદ આજે ગૃહ વિભાગે રાજ્યના 77 આઈપીએસની બદલી અને બઢતી (Transfer and Promotion) કરી છે. જેમાં 57ની બદલી અને 20ની પ્રમોશન સાથે બદલી કરાઈ છે. જેમાં સુરતમાંથી ઘણી મહત્વની જગ્યાઓ પરથી બદલી થઈ છે. આ બદલીઓ હાલ ચૂંટણીને ઘ્યાનમાં રાખીને કરવામાં આવી હોય એમ જોવા મળી રહ્યું છે. આ બદલીમાં સૌથી અગત્યની બાબત સુરત માટે એ છે કે ક્રાઈમ ડીસીપી તરીકે પ્રથમ વખત મહિલા અધિકારી નિમાયા છે. સુરત રૂરલમાંથી રૂપલ સોલંકીને સુરત ક્રાઈમ ડીસીપી તરીકે નિમણૂક અપાઇ છે. જ્યારે એસઓજીની નવી ડીસીપીની પોસ્ટ ઉભી કરાઈ છે. જેમાં વેઈટિંગ ફોર પોસ્ટિંગમાં રાજદીપસિંહ નકુમની નિમણૂક કરાઈ છે.

  • સુરત ક્રાઈમ ડીસીપી તરીકે પ્રથમ મહિલા રૂપલ સોલંકીની નિમણૂક
  • સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ડીસીપી તરીકે રાજદિપસિંહ નકુમને મુકાયા

સુરતમાં બઢતી સાથે બદલી થનાર અધિકારી
આ આઈપીએસ અધિકારીઓને બઢતી સાથે બદલી કરવામાં આવી છે. જેમાં વેઈટિંગ ફોર પોસ્ટિંગમાં હતા તેવા શ્રી તી અમિતા વાનાણીને સુરત ટ્રાફિક ડીસીપી તરીકે મૂકાયા છે. અને રાજદીપસિંહ નકુમને સુરતમાં એસઓડી ડીસીપી તરીકે મૂકાયા છે. હરેશ મેવાડા જે સુરતમાં ટ્રાફિક એસીપી હતા તેમને સુરતમાં એસપી તરીકે પ્રમોશન મળ્યું છે. રૂપલ સોલંકીને બારડોલી એસડીપીઓમાંથી બઢલી સાથે સુરત ડીસીપી ક્રાઈમમાં મૂકાયા છે.

સુરતમાં બદલી થનાર અને નવા ચાર્જ લેનાર અધિકારીઓ
સુરત ડીસીપી ઝોન-3 વિધિ ચૌધરીની ગાંધીનગર જોઈન્ટ ડાયરેક્ટર તરીકે નિમણૂક કરાઈ છે. ગાંધીનગર ક્રાઈમ રેકોર્ડ બ્યૂરો એસપી આર.ટી.સુશ્રાની સુરતમાં ડીસીપી તરીકે બદલી કરાઈ છે. સુરત રૂરલ એસપી ઉષા રાડાને સુરતમાં ડીસીપી તરીકે મૂકાયા છે. ટ્રાફિક ડીસીપી પ્રશાંત સુંબેને નર્મદા એસપી તરીકે મૂકાયા છે. વિધી ચૌધરીની જગ્યા ડીસીબી ઝોન-3 માં રાજકોટ જેતપુરના એએસપી સાગર બગમારને મૂકાયા છે. રાહુલ પટેલ ડીસીપી ક્રાઈમને તાપી જિલ્લામાં સુજાતા મજમૂદારની જગ્યાએ એસપી તરીકે મૂકાયા છે. ડીસીપી ઝોન-4 પન્ના મોમાયાને વડોદરા ઝોન-4 માં મૂકાયા છે. સુરત ઇન્ટેલિજન્સ એસપી તરીકે ફરજ બજાવી રહેલા ઉમેશ પટેલને વડોદરા ઇન્ટેલિજન્સમાં મૂકાયા છે.

Most Popular

To Top