SURAT

સુરતના માનદરવાજા પાસે મોપેડ ઉપર બેસેલા નકલી પોલીસને અસલી પોલીસે આ રીતે પકડી પાડ્યો

સુરત: (Surat) સલાબતપુરા પોલીસ (Salabatpura Police) પેટ્રોલીંગમા હતી ત્યારે એક વ્યક્તિ પીએસઆઈનો (PSI) યુનિફોર્મ પહેરી મોપેડ ઉપર બેઠો હતો. પોલીસને શંકા જતા તેની પુછપરછ કરતા આ નકલી પીએસઆઈ (Fraud PSI) હોવાનું સામે આવ્યું હતું. અસલી પોલીસે નકલી પોલીસને પકડી સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં (Police Station) આ અંગે ફરિયાદ દાખલ કરી હતી.

  • પોલીસ બનવાનો શોખ હોવાથી લોકોમાં રોફ જમાવવા માટે પીએસઆઈનો યુનિફોર્મ પહેરીને ફરતો હતો
  • આરોપી યુનીફોર્મ પહેરી ડુપ્લીકેટ પોલીસ બની રોફ જમાવતો હતો
  • દોઢ મહિનાથી ઘરેથી પોલીસમાં ભરતી થયો ગયો અને ટ્રેનીંગ માટે જવાનું કહી નીકળતો હતો
  • માનદરવાજા પાસે મોપેડ ઉપર બેસેલી નકલી પોલીસને અસલી પોલીસે પકડી પાડી

સલાબતપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ માનદરવાજા પોલીસ ચોકીના હેડ કોન્સ્ટેબલ નટવરસિંહ માનસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ અરજણભાઇ લાખાભાઇ પેટ્રોલીંગમાં હતા ત્યારે ફરતા ફરતા સોમોલાઇ હનુમાન મંદીર પાસે પહોંચ્યા હતા. જ્યાં એક વ્યક્તિ મોપેડ (જીજે-05-ઇએક્સ-5677) ઉપર પોલીસનો પી.એસ.આઇ.નો યુનીફોર્મ પહેરીને બેસેલો હતો. આ વ્યક્તિ પર શંકા જતા તેની પુછપરછ કરતા કોઇ સંતોષકારક જવાબ આપતો નહોતો. જેથી સલાબતપુરા પોલીસ ઇન્સપેક્ટર બી.આર.રબારીને જાણ કરાઈ હતી. અને પીએસઆઈ એમ.એન.કાતરીયાને બોલાવી પુછપરછ કરતા તેને પોતાનું નામ નિરલ અશ્ર્વીનભાઇ રાઠોડ (ઉ.વ.૨૪, રહે. આહીરવાસ પોપડાગામ તા.ચોર્યાસી જી.સુરત) હોવાનું જણાવ્યું હતું. પોતાને પોલીસ બનવાનો શોખ હોવાથી દુકાનમાંથી યુનીફોર્મ લઇ લોકોમાં રોફ જમાવવા માટે પહેરીને ફરતો હતો. છેલ્લા દોઢ મહિનાથી તે ઘરેથી આ રીતે યુનિફોર્મ પહેરીને નીકળતો હતો. અને ઘરે પોતે પોલીસમાં ભરતી થઈ ગયો હોવાનું કહીને અત્યારે તેની ટ્રેનીંગ ચાલતી હોવાનું કહેતો હતો. સલાબતપુરા પોલીસે તેની સામે ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે.

રાંદેરમાં વૃદ્ધ મહિલાએ સ્નેચરોનો પ્રતિકાર કર્યો તો થપાટ મારી નીચે પાડી દીધી
સુરત: શહેરના રાંદેર અને અડાજણ વિસ્તારમાં સ્નેચરો પોલીસની આબરૂના ધજાગરા ઉડાવી રહ્યા છે. રાંદેરમાં વૃદ્ધ મહિલાના ગળામાંથી ચેઈન ખેંચતા મહિલાએ પ્રતિકાર કરતા તેને થપાટ મારી પાડી દેવાઈ હતી. જ્યારે અડાજણમાં પણ વૃદ્ધ મહિલાના ગળામાંથી બે સ્નેચરોએ 80 હજારનો અછોડો તોડ્યો હતો. રાંદેર અને અડાજણ પોલીસે આ અંગે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

રાંદેર તાડવાડી ખાતે દિપા સોસાયટીમાં રહેતી 58 વર્ષીય નિતાબેન ઇન્દ્રવદનભાઈ મકવાણાએ રાંદેર પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. ગત 22 તારીખે પતિ સાથે બાઈક ઉપર નીકળ્યા હતા. તેમને ગળામાં 45 હજારની કિમતની સોનાની ચેઈન પહેરી હતી. બાદમાં તેમના પતિએ બેંક ઓફ બરોડા પાસે મુકીને નીકળી ગયા હતા. ત્યાંથી નિતાબેન પગપાળા ઘરે જવા નીકળ્યા હતા. રાંદેર તાડવાડી સંગના સોસાયટીના નાકા પાસે એક બાઈક ઉપર આવેલા બે અજાણ્યાઓએ ચેઈન ખેંચવા પ્રયાસ કર્યો હતો. નિતાબેને પ્રતિકાર કરતા સ્નેચરે તેમને ધક્કો મારીને નીચે પાડી દેતા નિતાબેનને માથા અને હાથના ભાગે ઈજા પહોંચી હતી. નિતાબેન પરત ઉભા થવા જતા તેમને એક થપાટ મારી પાછા પાડી દીધા હતા. રાંદેર પોલીસે આ અંગે ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે.
બીજી ઘટનામાં અડાજણ ખાતે સૌરભ રો હાઉસમાં રહેતા 39 વર્ષીય દીપકભાઇ જેઠાભાઇ પટેલ બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમની માતા રાઈબેન (ઉ.વ.58) ગત 20 તારીખે ઘર નજીક શાકભાજી લેવા ગયા હતા. ત્યારે સૌરભ પોલીસ ચોકીની સામે આવેલી ગલીમાં શિવધારા સોસાયટી પાસે બાઈક ઉપર આવેલા બે અજાણ્યાઓએ તેમના ગળામાંથી સોનાની ચેઈન ખેંચી નાસી ગયા હતા. જેથી દીપકભાઈએ અડાજણ પોલીસ સ્ટેશનમાં તેમની માતાની સોનાની 80 હજારની ચેઈન સ્નેચીંગ થયાની ફરિયાદ નોંધાવી હતી.

Most Popular

To Top