SURAT

વરાછાની હોટલમાં ડ્રગ્સ વેચતા રાંદેરના અલ્લારખાંને સુરત પોલીસે આ રીતે પકડ્યો

સુરત: સુરત ક્રાઈમ બ્રાન્ચે (Surat Crime Branch) ડ્રગ્સના (Drugs) મોટા જથ્થા સાથે રાંદેરના (Rander) અલ્લારખાં ઉર્ફે લાલાને ઝડપી (Arrest) પાડ્યો છે. લાલો પોતાના સાગરિતો સાથે વરાછા પર્વત પાટિયા પર આવેલા ડીઆર વર્લ્ડની ઉપરના માળે આવેલી હોટલ ફ્રાન્સ (OYO)ના રૂમમાં ડ્રગ્સ વેચતો હતો, ત્યારે બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે તેને પકડી તેની પાસેથી 7.82 લાખની કિંમતનું 78.220 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું છે.

ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે આઈમાતા રોડ પર આવેલા ડીઆર વર્લ્ડના ત્રીજા માળે આવેલી હોટલ ફ્રાન્સ (OYO)ના રૂમ નં. 7માં રાંદેરના રાજીવનગર ઈંટની ભટ્ટી પાસે સુલતાનીયા જીમખાનાના ગ્રાઉન્ડની સામે રહેતા ડ્રગ્સ પેડલર 34 વર્ષીય અલ્લારખાં ઉર્ફે લાલા મહમદસફી બરફવાલા રોકાયેલો છે. અલ્લારખાં પાસે ખૂબ મોટા પ્રમાણમાં મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો છે અને અહીંથી તે ડ્રગ્સનું વેચાણ કરતો હોવાની પાક્કી બાતમી ક્રાઈમ બ્રાન્ચને મળી હતી, જેના આધારે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઓયો હોટલના રૂમમાં રેઈડ કરવામાં આવી હતી. પોલીસ હોટલના રૂમમાં પહોંચી ત્યારે ત્યાં અલ્લારખાં ઉપરાંત અસદ સાકીર રંગુની (ઉં.વ. 21, રહે. નાનપુરા, ખંડેરાવપુરા, સુરત) અને દર્શીલ જનકકુમાર અંકલેશ્વરીયા (ઉં.વ. 25, રહે અશોક વાટીકા રો-હાઉસ, ગોરાટ હનુમાન ચોક, તાડવાડી, રાંદેર, સુરત) પણ હતા. આ ત્રણેય પાસેથી 78.220 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું. જેની બજાર કિંમત 7,82,200 થાય છે. આ ઉપરાંત ઈન્જેક્શનની સિરીંજ નંગ 3 તેમજ ડ્રગ્સ વેચી મેળવેલા રોકડા 40 હજાર તથા મોબાઈલ ફોન નંગ 3 32,000, ડ્રગ્સ પેકિંગની પ્લાસ્ટીકની ઝીપ બેગ નં. 300, ડ્રગ્સનું વજન કરવાની ડિજીટલ વજન કાંટા સહિત કુલ 8,54,500નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. આરોપીઓ વિરુદ્ધ ભૂતકાળમાં અઠવા, રાંદેર અને જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થઈ ચૂક્યા છે. જાહેરનામા ભંગ તથા તડીપારના કેસમાં તે પકડાઈ ચૂક્યા છે.

આ 7 પેડલર ચલાવે છે સુરતમાં નશાનો કારોબાર
બે મહિના પહેલાં સુરત પોલીસ દ્વારા શહેરમાં ડ્રગ્સના નશાનો કારોબાર કરતા 7 પેડલરની એક યાદી બહાર પાડવામાં આવી હતી. તેમાં સૌથી ટોપ પર અલ્લારખાંનું નામ હતું. અલ્લારખાં ઉર્ફે લાલાને પોલીસે પકડી લીધો છે. અલ્લારખાં ઉપરાંત ઇસ્માઇલ પેન્ટર (રહેવાસી છે ઇકબાલ નગર, રાંદેર) જે હાલમાં જેલમાં છે તેના પેડલરોએ ધંધો હજુ ચાલુ રાખ્યો હોવાની વાત છે. સલીમ બરફવાલા (રહેવાસી પાંડેસરા- ભેસ્તાન) (4) સલમાન ઘડિયાળી (રહેવાસી ભરૂચી ભાગળ), આલમઝેબ (રહેવાસી ભાગળ , અલ્તાફ ગુર્જર , અલ્તાફ ગોલ્ડનનો સમાવેશ થાય છે. આ લોકોનું એક વિશાળ પે઼ડલર (Peddler) નેટવર્ક છે. તેમાં આઠથી બાર વર્ષના બાળકોનો ઉપયોગ કરવામાં આવે છે. આ બાળકો પાસે સામાન્ય પ઼ડીકી નીકળે છે તેથી તેઓ સામે કાર્યવાહી થઇ શકતી નથી. અલબત સુરત શહેરમાં હાલમાં રાંદેરમાંથી ડ્રગ્સ સપ્લાય થઇ રહ્યું હોવાની ચર્ચા છે.

Most Popular

To Top