Gujarat

વિપુલ ચૌધરી બાદ હવે અશોક ચૌધરીના સમર્થનમાં મહેસાણામાં શક્તિપ્રદર્શન

મહેસાણા: ગુજરાત(Gujarat)માં ચુંટણી(Election) પહેલા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. એક તરફ વિપુલ ચૌધરી(Vipul Choudhary)ને લઈ અને હવે અશોક ચૌધરી(Ashok Choudhary)ને લઇ…મહેસાણામાં અશોક ચૌધરીનાં સમર્થનમાં શક્તિપ્રદર્શન યોજાયું હતું. પામોલ ગામની દૂધ ઉત્પાદન સહકારી મંડળીની ચુંટણી(Election)માં અશોક ચૌધરી અને વિપુલ ચૌધરી વચ્ચે ચુંટણી જંગ છેડાયો છે. ત્યારે આ સંમેલનમાં અશોક ચૌધરીના સમર્થનમાં શક્તિ પ્રદર્શન કરાયું હતું. જેમાં સંમેલનમાં ચૌધરી સમાજની સાથે અન્ય સમાજના લોકો પણ જોડાયા હતા.

સત્ય સમર્થન સંમેલન યોજાયું
મહેસાણામાં સત્ય સમર્થન મહાસંમેલન યોજાયું હતું. આ સંમેલન અશોક ચૌધરીના સમર્થનમાં શક્તિ પ્રદર્શન યોજાયું હતું. દૂધહિત રક્ષક સમિતિ દ્વારા સત્ય સમર્થન સંમેલન યોજાયું હતું. વિજાપુર તાલુકાની પામોલ ગામની દૂધ ઉત્પાદન સહકારી મંડળીની તારીખ 25 સપ્ટેમ્બરના દિવસે ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે એક તરફ અશોક ચૌધરી પેનલના ઉમેદવારો છે તો બીજી તરફ વિપુલ ચૌધરીના સમર્થકની પેનલ છે. જેને લઈને અશોક ચૌધરીના સમર્થનમાં મહેસાણામાં શક્તિપ્રદર્શન યોજાયું હતું. વિપુલભાઈ ચૌધરીની ધરપકડ બાદ તેમનો ભ્રષ્ટાચાર ઉજાગર કરવા વિપક્ષ સમિતિ દ્વારા આ સંમેલન યોજાયું હતું. જેમાં ઉત્તર ગુજરાતના ભાજપના રાજકીય આગેવાનો અને હોદ્દેદારો સ્ટેજ ઉપર જોવા મળ્યા હતા. વિજાપુર તાલુકાની પામોલ ગામની દૂધ ઉત્પાદન સહકારી મંડળીની ચુંટણીમાં કુલ 570 સભાસદો આ ચૂંટણીમાં મતદાન કરશે. બંને તરફથી 22 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. ત્યારે એક તરફ અશોક ચૌધરી પેનલના ઉમેદવારો છે તો બીજી તરફ વિપુલ ચૌધરીના સમર્થકની પેનલ છે. બંને પેનલના સભ્યો ઉમેદવારોને જીતાડવા રાજકીય કાવા દાવા કર્યા છે.

અશોક ચૌધરીને મત આપવા દબાણ કરાયાનો આરોપ
હવે આ કડીમાં પામોલ ગામના કેટલાક લોકો દૂધસાગર ડેરીના વિવિધ શાખામાં નોકરી કરે છે. આ નોકરી કરતા યુવાનોનો આરોપ છે કે ડેરીના અધિકારીઓ તેમને અશોક ચૌધરી પેનલના ઉમેદવારને મત આપવા માટે દબાણ કરે છે અને જો મત નહીં આપો તો નોકરીમાંથી કાઢી મુકવાની ધમકી પણ આપે છે. નોકરી કરતા યુવાનોનું કહેવું છે સાગરદાણ ફેક્ટરીમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતા બે સુપરવાઇઝરો એ કહ્યું હતું કે અશોકભાઈ ચૌધરી પેનલના ઉમેદવારને મત આપી તે બેલેટ પેપરનો ફોટો પાડી અમને બતાવવું પડશે, નહીં તો નોકરીમાંથી ઘર ભેગા કરી દેશે. હવે આ સમગ્ર મામલે ગામના ત્રણ યુવાનોએ બંને સુપરવાઇઝરનો ઓડિયો બહાર પાડી પોતાનું નિવેદન આપ્યું છે.

Most Popular

To Top