Gujarat

36 ડિગ્રી સાથે સુરત રાજ્યની સૌથી ગરમ સિટી

ગાંધીનગર: રાજ્યમાં ગરમીનું પ્રમાણ દિવસેને દિવસે વધતું જાય છે. આજે રાજ્યના અનેક શહેરોમાં મહત્તમ તાપમાન 32થી 36 ડિગ્રી વચ્ચે નોંધાયું હતું. સુરત રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું, જ્યાં પારો 36 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો હતો. હવામાન વિભાગના આંકડા મુજબ નલિયા, કંડલા એરપોર્ટ, ભાવનગર, પોરબંદર, દીવ અને દમણમાં 32 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ભૂજ, કેશોદ, અમદાવાદ અને ગાંધીનગરમાં 33 ડિગ્રી સુધી ગરમી નોંધાઈ હતી. જ્યારે અમરેલી, સુરેન્દ્રનગર, મહુવા, ડીસા અને વડોદરામાં તાપમાન 34 ડિગ્રી સુધી પહોંચ્યું હતું.

દિવસ દરમિયાન વધતી ગરમીને કારણે બપોરના સમયે રસ્તાઓ પર અવરજવર ઓછી જોવા મળી હતી. ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં તાપમાનમાં વધારો નોંધાતા લોકો ગરમીથી બચવા માટે છાંયડા અને ઠંડા સ્થળોની શોધમાં નજરે પડ્યા હતા.

હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ રાત્રિના સમયમાં તાપમાનમાં થોડો ઘટાડો નોંધાયો છે. રાજ્યના અન્ય શહેરોમાં લઘુત્તમ તાપમાન પણ નોંધપાત્ર રહ્યું છે. ભૂજમાં 17 ડિગ્રી સેલ્સિયસ, નલિયામાં 14 ડિગ્રી, કંડલા પોર્ટ પર 19 ડિગ્રી અને કંડલા એરપોર્ટ પર 17 ડિગ્રી નોંધાયું હતું. ભાવનગર અને સુરતમાં 20 ડિગ્રી, પોરબંદરમાં 17 ડિગ્રી, રાજકોટમાં 16 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 18 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.તે જ રીતે મહુવામાં 17 ડિગ્રી, કેશોદમાં 15 ડિગ્રી, અમદાવાદમાં 19 ડિગ્રી, ડીસામાં 17 ડિગ્રી, ગાંધીનગર અને વલ્લભ વિદ્યાનગરમાં 19 ડિગ્રી, વડોદરામાં 18 ડિગ્રી તેમજ દમણમાં 19 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.

વૈજ્ઞાનિકોના અનુમાન મુજબ આગામી દિવસોમાં રાજ્યમાં ગરમીનું પ્રમાણ યથાવત્ રહેવાની શક્યતા છે. દિવસ દરમિયાન તાપમાન ઊંચું રહેવાની અને બપોર બાદ ગરમીનો અહેસાસ વધુ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના સૂત્રોના હેવા મુજબ , નલિયા, કંડલા એરપોર્ટ, ભાવનગર, પોરંબદર, દીવ અને દમણમાં 32 ડિગ્રી, ભૂજ, કેશોદ, અમદાવાદ, ગાંધીનગરમાં 33 ડિગ્રી અને અમરેલી, સુરેન્દ્રનગરમાં, મહુવામાં, ડીસા અને વડોદરામાં 34 ડિગ્રી અને એકલા સુરતમાં 36 ડિગ્રી ગરમી નોંધાવવા પામી છે.

Most Popular

To Top