SURAT

સુરતમાં પરિવારના ઝઘડાનું વેર વાળવાં કૌટુંબિક બહેને કર્યું આવું શરમજનક કામ

સુરત: (Surat) છાપરાભાઠા ખાતે રહેતા યુવકની બહેનના ફોટા ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી (Instagram ID) બનાવી અજાણ્યા સાથે અપલોડ કરી ધમકી આપવાના કેસમાં સાયબર ક્રાઈમ (Cyber Crime) પોલીસે કૌટુંબિક બહેનની ધરપકડ કરી હતી. અમરોલી છાપરાભાઠા ખાતે રહેતા 23 વર્ષીય વિનુભાઈએ (નામ બદલ્યું છે) સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં (Police Station) ફરિયાદ નોંધાવી હતી.

  • કૌટુંબિક બહેને પરિવારના ઝઘડાનું (Quarrel) વેર વાળવાં ફેક ઇન્સ્ટા. આઈડી બનાવી ફોટા અપલોડ કર્યા હતા
  • સુરત ખાતે તારી સગાઇ રાખેલી છે ત્યાં સુરત તારા પરિવારને નહી પહોચવા દઉ તેવી ધમકી આપી હતી
  • ફિલ્મી ગીત ઉપર અજાણ્યા સાથે ફોટો અપલોડ કરનાર કૌટુંબિક બહેનની ધરપકડ

વિનુભાઈની બહેનના ફોટા અજાણી વ્યક્તિએ ઇન્સ્ટાગ્રામ આઈડી પર ફેક આઈડી બનાવી અજાણ્યા યુવક સાથે અપલોડ કર્યા હતા. જેથી આ આઈડી પર તમે કોણ એમ કરીને પુછતા હું તારી બહેન વિરલની નણંદ છું, આ મારો ભાઈ થાય છે. જેનું તારી બહેન વિરલ સાથે અફેર છે. તેવો મેસેજ આવ્યો હતો. સુરત ખાતે તારી સગાઈ રાખેલી છે ત્યાં સુરત તારા પરિવારને નહીં પહોંચવા દઉં જેવી ધમકી આપી હતી. સાયબર ક્રાઈમ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. આ કેસમાં સાયબર ક્રાઈમ પોલીસે આરોપી જીજ્ઞાબેન શામજીભાઇ પોપટભાઇ કથીરીયા (ઉ.વ.૩૨, ધંધો -ઘરકામ રહે. ગામ. લુણકી તા.બાબરા, જી.અમરેલી) ની ધરપકડ કરી હતી. જીજ્ઞાબેન વિનુભાઈની કૌટુંબિક બહેન થાય છે. તેમના કુટુંબમાં હાલ વિખવાદ ચાલે છે. જેને કારણે વિનુભાઈના વર્તન પ્રત્યે જીજ્ઞાબેનને ખોટુ લાગી આવ્યું હતું. અને તેમના પરિવારને પરેશાન કરવા બોગસ ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવ્યું હતું.

પુરાવાના અભાવે મહિલા ઉપર બળાત્કાર ગુજારનાર આરોપીને છોડી મુકવા કોર્ટનો હુકમ
સુરત : શાદી ડોટ કોમના માધ્યમથી સંપર્કમાં આવેલી મહિલાને લગ્નની વાત કરવા માટે અઠવાલાઇન્સ વિસ્તારના એક મકાનમાં બોલાવી બળાત્કાર ગુજારવાના કેસ પુરવાર નહીં થતા કોર્ટે આરોપીને પુરાવાના અભાવે છોડી મુકવાનો હુકમ કર્યો હતો.

આ કેસની વિગત અનુસાર 2019માં અમરોલી વિસ્તારમાં રહેતી મહિલાએ સચિન ઉદ્યોગનગર ખાતે રહેતા અને રીક્ષા ડ્રાઇવિંગ કરતા આરોપી અલી અસગર સબ્બીરભાઇ સુરતી (ઉ.વ.39)ના સંપર્કમાં આવી હતી. બંને જણા એક બીજા સાથે ટેલિફોનીક વાતચીત કરતા હતા. દરમિયાન આરોપીએ મહિલાને ફોન કરીને અઠવાલાઇન્સ ખાતે લગ્નની વાત કરવા માટે બોલાવી હતી. મારી માતા ઘરે આવવાની હોય આપણા લગ્નની વાત કરી લઇએ તેમ કહીને આરોપી મહિલાને અઠવાલાઇન્સ વિસ્તારના એક ઘરે લઇ ગયો હતો. જ્યાં તેણી ઉપર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. લગ્નની વાત કરતા આરોપી કામ અર્થે બહાર હોવાની વાત કરતો હતો. આ મામલે ભોગબનનારે અઠવાલાઇન્સ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ કેસ કોર્ટમાં ચાલી જતા આરોપી તરફે એડવોકેટ સ્વાતિ મહેતાએ હાજર રહી દલીલ કરી હતી કે રૂપિયા પડાવવા માટે આરોપીએ કેસ કર્યો હતો. આરોપ સાબિત નહીં થતા તેમજ પુરાવાના અભાવે કોર્ટે આરોપી અલી અસગરને છોડી મુકવા હુકમ કર્યો હતો.

Most Popular

To Top