Business

સુરતના હીરા ઉદ્યોગની ક્રિસમસ અને દિવાળી સીઝન નબળી રહેશે તો તેની અસર શું રત્નકલાકારો પર પણ પડશે?

સુરત: (Surat) દિવાળી અને ક્રિસમસની સિઝન નજીક છે ત્યારે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ માર્કેટમાંથી દિવાળી (Diwali) અને નાતાલના ઓર્ડર ધારણા મુજબ નહીં મળતાં રફ ડાયમંડનો (Diamond) સ્ટોક કરનારા કારખાનેદારો મુંઝાયા છે. રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે વૈશ્વિક સ્લોડાઉનને લીધે બે મોટા તહેવારોની સિઝન મંદ રહેવાની શક્યતાને પગલે પોલિશ્ડ ડાયમંડનો ભરાવો થયો છે. હીરા ઉદ્યોગમાં (Diamond Industries) આખા વર્ષનો 40 ટકા વેપાર દિવાળી અને ક્રિસમસની સિઝનમાં થતો હોય છે. એ રીતે આ બે તહેવારોનો વેપાર મહત્વનો ગણાય છે.

મુંબઇ અને સુરતથી અમેરિકા, ચીન, હોંગકોંગ, સિંગાપોર, દુબઇ તૈયાર હીરા એક્સપોર્ટ કરવામાં આવે છે. સામાન્ય રીતે આ બે તહેવારોના ઓર્ડર ઓગસ્ટ મહિનાના અંતથી મળવાના શરૂ થાય છે.પણ આ વખતે મિડ સપ્ટેમ્બર સુધી પણ ઓર્ડર વીતેલા વર્ષ જેવા મળ્યાં નથી. તેથી સાઇટ હોલ્ડરશીપ ધરાવતી કંપનીઓ અને એક્સપોર્ટર હાલ ચિંતામાં મુકાયા છે. જાણકારો કહે છે કે, અમેરિકા અને યુરોપમાં સ્લોડાઉનની સ્થિતિ ચાલી રહી છે. ભારતમાં ડોમેસ્ટિક માર્કેટમાં પણ ડિમાન્ડ ઓછી છે. એને લીધે ગત વર્ષની સરખામણીએ ઓર્ડર ઓછા મળ્યાં છે. જોકે શ્રાદ્ધ પક્ષ પછી બજાર સુધરે એવી એવી આશા છે.

ઇ-કોમર્સ પ્લેટફોર્મથી હીરા અને જ્વેલરીના એક્સપોર્ટને લગતાં નિયમો હળવા બનાવવા રજૂઆત
તાજેતરમાં જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઈપીસી) ની મુલાકાતે આવેલા કેન્દ્રના કૉમર્સ સેક્રેટરી તરુણ બજાજને કાઉન્સિલે મુંબઈ અને સુરતના સેઝમાં વિદેશી ડાયમંડ માઇનિંગ કંપનીઓના રફ ડાયમંડના વેચાણ માટે ટર્ન ઓવર ટેક્સ લાગુ કરવા સહિતની માંગ કરી હતી. મુંબઈમાં ભારત ડાયમંડ બુર્સના પ્રીસિયસ કાર્ગો કોમ્પ્લેક્સ ક્લિયરન્સ સેન્ટરની મુલાકાતે આવેલા બજાજ સમક્ષ એરપોર્ટથી હીરા અને જવેલરી એક્સપોર્ટ કરતી વખતે ઊભી થતી સમસ્યા, ઇ-કોમર્સ પ્લેટફોર્મથી હીરા અને જ્વેલરીના એક્સપોર્ટને લગતાં નિયમો હળવા બનાવવા, એક્સપોર્ટ – ઇમ્પોર્ટ સામે સેટ ઓફ ઝડપી બનાવવા, આઇટી HS ચેપ્ટર 71 હેઠળ કિંમતી હીરા, ઝવેરાત માટે સંસ્થાગત કેવાયસી બેન્ક આઇડી ફરજિયાત કરવું સહિતના મુદ્દે રજૂઆત કરી હતી.

આગામી દિવસોમાં સરકાર ઝડપથી યુરોપ અને અમેરિકા સાથે ફોરેન ટ્રેડ કરાર કરે, ડાયમંડ ઈમ્પેરેસ્ટ સ્કીમ ફરીથી શરૂ કરવામાં આવે, ડાયમંડ સર્ટીફિકેશનને જોબવર્ક માની જીએસટીના દર તે મુજબ લાગુ કરાય, સેઝમાં પરત આવતા હીરાના જોબવર્ક પર એલાઉન્સ મળે, સ્પેશ્યિલ નોટિફાઈડ ઝોનમાં આવતા હીરા પર ડ્યૂટી નહીં લગાડવા સહિતના મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

Most Popular

To Top