90 કિમી આંતરરાષ્ટ્રીય દોડની તૈયારી દરમિયાન બન્યો બનાવ, હાથમાં ઊંડો ઘા
Surat: શહેરના Dumas Sea Face વિસ્તારમાં મોર્નિંગ વોક માટે ગયેલા આંતરરાષ્ટ્રીય સ્તરના રનર Rajiv Sheth પર શ્વાન એ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. હુમલામાં તેમના હાથમાં ઊંડો બચકું ભરાતા તેમને તાત્કાલિક સારવાર લેવી પડી હતી.
દક્ષિણ આફ્રિકાની 90 કિમી દોડ માટે કરી રહ્યા હતા તૈયારી
સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગ સાથે સંકળાયેલા રાજીવ શેઠ આગામી 14મી તારીખે દક્ષિણ આફ્રિકાના ડર્બન શહેરમાં યોજાનારી 90 કિમી આંતરરાષ્ટ્રીય દોડ માટે તૈયારી કરી રહ્યા હતા.તેના ભાગરૂપે તેઓ રોજ લાંબા અંતરની દોડનો અભ્યાસ કરતા હતા. ગત 29મી એપ્રિલે વહેલી સવારે લગભગ 5 વાગ્યે 25 કિમી દોડનો ટાર્ગેટ રાખીને તેઓ ડુમસ સી ફેસ તરફ દોડવા નીકળ્યા હતા. પરત ફરતી વખતે 3 શ્વાન ઓએ હુમલો હતો ,આ દરમિયાન એક શ્વાન એ તેમના ડાબા હાથમાં બચકું ભર્યું, જેના કારણે તેમને ગંભીર ઇજા પહોંચી હતી. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ હુમલો કરનાર શ્વાન માંથી એક શ્વાન ને હડકવા (રેબિઝની શંકા) હોવાનું પણ જાણવા મળ્યું છે.
પોણો ઈંચ ઊંડો ઘા, સિવિલ હોસ્પિટલમાં સારવાર
હુમલામાં રાજીવ શેઠના ડાબા હાથમાં લગભગ પોણો ઈંચ જેટલો ઊંડો ઘા પડ્યો હતો.
પ્રથમ તેઓ નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ગયા હતા, ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં એન્ટી-રેબિઝ અને ઈમ્યુનલ સારવાર લેવાઈ હતી.
“15 વર્ષથી દોડું છું, આવી ઘટના ક્યારેય બની નથી”રાજીવ શેઠે જણાવ્યું કે:“હું છેલ્લા 15 વર્ષથી નિયમિત રનિંગ કરું છું, પરંતુ આવી ઘટના પહેલી વાર બની છે.”સ્થાનિક ગામજનોના જણાવ્યા મુજબ, અગાઉ પણ આ જ વિસ્તારમાં ઓછામાં ઓછા 5 લોકોને શ્વાન એ બચકાં ભર્યા હોવાની માહિતી મળી છે.
સ્થાનિકોમાં ભયનો માહોલ, કાર્યવાહી કરવાની માંગ
આ ઘટનાને પગલે મોર્નિંગ વોકર્સ અને સ્થાનિક રહેવાસીઓમાં ચિંતા ફેલાઈ છે. લોકોએ વિસ્તારમાં રેબિઝગ્રસ્ત અથવા આક્રમક DOGS સામે તાત્કાલિક પગલાં લેવા માટે તંત્રને માંગ કરી છે.