Charchapatra

મોડા લગ્નો સમાજ વ્યવસ્થાને વેરવિખેર કરી રહ્યા છે

હમણાં છેલ્લા કેટલાય સમયથી નવો ટ્રેન્ડ ચાલુ થયો છે. લગ્ન સમયસરના કરવા અથવા લગ્ન કરવા નહીં. આ બન્ને વાતો આપણી કુટુંબ વ્યવસ્થા અને સમાજવ્યવસ્થા તોડી રહી છે. વેરવિખેર કરી રહી છે. આ એક ખુબ ગંભીર અને ચોંકાવનારી વાત છે. આજની પેઢી કેરિયરને વધુ મહત્વ આપી રહી છે. પરિવારને નહીં. આ વડીલોના સંસ્કાર ઇમાનદારી વફાદારી એકતા સમર્પણ હેત હુફ ટેકો એકબીજાને મદદ કરવાની ભાવના બીજા માટે કઈ કરી છુટવું બધું ગુમાવી રહ્યા છે. આજના સંતાનોનો શારીરિક વિકાસ તો થાય છે પણ માનસિક વિકાસ થતો નથી. 

તેઓ આપણે માતાપિતાને એવું બતાવવા માંગે છે કે તેઓ પોતાના નિર્ણયો લઈ શકે છે માતા-પિતાની જરૂર નથી. લગ્ન પરિવારને તેઓ પોતાની કારકિર્દી માટે નડતર અડચણ માની રહ્યા છે. આનાથી કુટુંબ પ્રણાલી અને સામાજિક રચના નબળી પડી રહી છે. અવિવાહિત લોકોની સંખ્યા વધવી. વસતિમાં ઘટાડો વૃદ્ધાવસ્થામાં એકલતા કોઈ વાત જ ના કરે એવા બનાવો વધી રહ્યા છે. યુવકો માટે 25 વરસ અને યુવતીઓ માટે 20 વરસે લગ્ન થઈ જવા જોઈએ નહીંતર પાછળથી બહુ પસ્તાવો કરવો પડશે કે આ એવો સમાજ છે જેને પોતાને સમાપ્ત કરી દીધો. સમાજના સમજદાર લોકો શાંત કેમ છે એ મને સમજાતું નથી.
સુરત     – અબ્બાસભાઈ કૌકાવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top