સુરતમાં ૧૯૯૪માં પ્લેગ મહામારી આવી ત્યાંરે સુરત ખાલી થઈ ગયું હતુ. સુરતમાં ફક્ત મૂળ સુરતીઓ બચ્યા હતા. આપત્તિ ને અવસરમાં બદલનાર સુરતીઓ ફરી બેઠા થઈ ગયા હતા. મુઠ્ઠીભર સુરત વિશાળ થઈ ગયું. જમીન ટોચમર્યાદા કાયદો રદ થવાના કારણે સુરતની આજુબાજુ વિસ્તારની ખેતીની જમીનો પર સિમેન્ટ કોન્ક્રીટના જંગલો ઊભા થઇ ગયા. આઠ લાખની વસ્તી વાળું સુરત એંસી લાખને પાર કરી ગયું. આજે સુરતમાં પ્રાથમિક સુવિધાઓ દરેક ખૂણામાં પહોંચી છે. હવે આવનારા દિવસોમાં જાળવણી પાછળ કરોડો રૂપિયાની જરૂર પડશે. સુરતના વિકાસમાં જકાતની આવકનો સિંહફાળો હતો. હવે વિકાસ નામના બાળકને ઉછેળવા વેરા વધારો કરવો એ પાલિકાનો મુખ્ય એજન્ડા રહ્યો છે.
સુરતમાં રસ્તા પર અતિક્રમણ, પાર્કિંગ અને ટ્રાફિકની સમસ્યાઓ રોજની થઈ ગઈ છે. એક છેડેથી બીજા છેડા પર પહોંચવા નવ નેજા પાણી ઉતરે છે. સુરતમાં ‘વિકાસ’નો મહારાજા મેટ્રો પ્રોજેકટના નિર્માણને કારણે સુવિધા પહેલા સુરતીઓ માંટે રસ્તા પર નિકળવું મુશ્કેલ કરી દીધું છે. હવે મનપાના પ્રસાશનએ વ્યવસ્થાપન પર ધ્યાન આપવું જરુરી છે. સુરતના વિકાસના કામો કરતા સામાન્ય નાગરિકોનું જીવન સુખાકારી બને એ સમયની માંગ છે. શહેર વિકાસ ખાતું અને દબાણ ખાતાના અધિકારીઓ ની જવાબદારી નક્કી થવી જોઇએ. સુરત મહાનગરપાલિકા અને સુરત પોલીસ તંત્રએ સંકલન કરી વ્યવસ્થાપન ગોઠવવું જોઈએ. સુરતના વ્યવસ્થાપન માંટે પ્રબુદ્ધ નાગરિકોની એક કમિટી બનાવવી જોઈએ.
સુરત – કિરીટ મેઘાવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.