SURAT

સુરતના વેસુ એટલાન્ટા બિઝનેસ હબની આ હોટલમાં વિદેશી મહિલાઓ લાવીને ચાલતું કુટણખાનું ઝડપાયું

સુરત: (Surat) વેસુ એટલાન્ટા બિઝનેસ હબમાં આવેલી હોટલ કોપરમાં (Hotel Copper) કેન્યાથી બે અને મુંબઈથી (Mumbai) મહિલાઓને બોલાવી દેહવેપારનો ધંધો કરતા હોટલ સંચાલકને પોલીસે (Police) પકડી પાડ્યો હતો. પોલીસે હોટલના માલિક વિરુધ્ધ અલથાણ પોલીસ સ્ટેશનમાં (Police Station) ધી ઇમોરલ ટ્રાફીક પ્રિવેન્શન એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવી વધારે તપાસ હાથ ધરી છે.

  • વેસુ એટલાન્ટા બિઝનેસ હબની હોટલ કોપરમાં વિદેશી મહિલાઓ લાવીને ચાલતું કુટણખાનું ઝડપાયું
  • મુંબઈની એક અને કેન્યાની બે મહિલાઓ લાવીને હોટલ સંચાલક દેહવેપાર કરાવતો હતો
  • બંને વિદેશી મહિલાઓ એફઆરઓ ઓફિસમાં નોંધણી કરાવ્યા વગર ભારતમાં રહેતી હતી

વેસુ કેનાલ રોડ પર આવેલા એટલાન્ટા બિઝનેસ હબમાં બીજા માળે હોટલ કોપર રૂમ્સ હોટલના માલિક રણજીત દુરસિંહ ઝાલા (ઉ.વ.20, સુમંધારા મગદલ્લા પોલીસ લાઈન પાસે) તેમની હોટલમાં બે વિદેશી મહિલાને લાવીને દેહ વેપારનો ધંધો કરતા હોવાની બાતમી પોલીસની ટીમને મળી હતી. બાતમીના આધારે રેઈડ કરતા ત્રણ મહિલા મળી આવી હતી. જેમાંથી એક મહિલા કેન્યા અને બીજી ગતુન્ડુ કેન્યાની તથા ત્રીજી મહિલા મુંબઈની હતી. હોટેલ માલિકને પુછપરછ કરતા પોતે આ હોટલ ભાડેથી ચલાવતો હોવાનું જણાવ્યું હતું. અને હોટલમાં ગ્રાહકોને બોલાવી આ મહિલાઓ પાસે દેહ વેપાર કરાવતો હતો. અને ગ્રાહકો પાસેથી 1000 રૂપિયા લઈને 500 રૂપિયા કમિશન કાઢતો હતો.

પકડાયેલી બંને કેન્યાની મહિલાઓના પાસપોર્ટ અને વિઝા જોતા તેમની પાસે મલ્ટીપલ વિઝા હતા. જેથી સળંગ 180 દિવસથી વધારે સમય ભારતમાં રોકાણ કરવું હોય તો એફઆરઓ ઓફિસમાં નોંધણી કરવાની હોય છે. બંને વિદેશી મહિલાઓએ આવી કોઈ નોંધણી કરાવી નથી. પોલીસે હોટલમાંથી એક મોબાઈલ ફોન અને હિસાબી ચોપડા સહિત 5 હજારનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. તથા હોટલના માલિક વિરુધ્ધ અલથાણ પોલીસ સ્ટેશનમાં ધી ઇમોરલ ટ્રાફીક પ્રિવેન્શન એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવી વધારે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top