World

ઈન્ડોનેશિયાનો સૌથી ઊંચો જ્વાળામુખી ફાટ્યો: લાવાની નદીઓ વહેતી થઈ

ઇન્ડોનેશિયા : (Indonesia) ઇન્ડોનેશિયાનો સૌથી ઊંચો જ્વાળામુખી (Volcano) માઉન્ટ સેમેરુ (Mount Semeru) રવિવાર 4 ડિસેમ્બર 2022ના રોજ અચાનક ફાટી (blast) નીકળ્યો હતો. 12 હજાર ફૂટ ઊંચા પર્વતની ટોચ પરથી ધગધકતા લાવા (Lava) સાથે ગરમ રાખ અને વાયુઓ નીકળ્યા કે તે જ્વાળામુખીની રાખ ઘાટીમાં આવેલા ગામડાઓના ખેતરો સુધી પહોંચી ગઈ હતી..લાવાની નદીઓ વહી રહી હતી. માઉન્ટ સેમેરુ જ્વાળામુખી ઘણા દિવસોથી ધીમે ધીમે સળગી રાહતો હતો. બીજી બાજુ કમોસમી વરસાદને કારણે તેનો લાવા ડોમ તૂટી જતા ગરમ રાખ, ગેસ અને લાવાની નદીઓ ઘણા કિલોમીટરો સુધી ખુબ ઝડપથી વહી ગઈ હતી..

માઉંટ સેમેરુ જ્વાળામુખી ફાટવાથી અનેક ગામો અસરગ્રસ્ત
વોલ્કેનો બ્લાસ્ટની ખબર રવિવારે આવી હતી.આ ઘટના અંગે ઈન્ડોનેશિયાની નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીના પ્રવક્તા જણાવ્યું હતું કે માઊંટ સેમેરુ અચાનક ફાટી નીકળવાથી જ્વાળામુખીની આસપાસ આવેલા અનેક ગામો રાખમાં ઢંકાઈ ગયા છે. ધુમાડા અને રાખના કારણે આકાશ કાળું ડિબાંગ થઈ ગયું છે. લોકોને દિવસ દરમિયાન પણ લાઇટ ચાલુ રાખવી પડે છે. લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. હાલમાં પણ રાહત અને બચાવ કાર્ય ચાલુ છે.

10,000 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવા પડ્યા છે
માઉન્ટ સેમેરુ રાજધાની જકાર્તાથી 800 કિમી દક્ષિણપૂર્વમાં જાવામાં આવ્યું છે. જાવામાં ઘણા જ્વાળામુખીઓ સક્રિય છે.. પરંતુ માઉન્ટ સેમેરુ સૌથી ખતરનાક અને સૌથી ઉંચો જ્વાળામુખી છે. માત્ર ઇન્ડોનેશિયામાં જ કુલ 121 સક્રિય જ્વાળામુખીઓ છે. ગયા વર્ષે પણ માઉન્ટ સેમેરુમાં વિસ્ફોટ થયો હતો. ત્યારબાદ તેના લાવા,ગરમ ગેસ અને રાખના માલબામાં દબાઈ જવાને કારણે 51 લોકોના મોત થયા હતા. હાલ 10,000 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવા પડ્યા હતા.

સ્થાનિક લોકોને 20 કિલોમીટર દૂર આવેલી શાળામાં ખસેડાયા
જ્વાળામુખીનો આ વિસ્ફોટ અતિશય જોરદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. વિસ્ફોટને કારણે નીકળેલી રાખ તથા ગરમ ગેસ ઉપરાંત લાવાની નદીઓ 8 કિલોમીટર સુધી પહાડની નીચે આવી ગઈ હતી. લાવા વિસ્ફોટને કારણે પીડિતો અને સ્થાનિક લોકોને 20 કિલોમીટર દૂર આવેલી શાળામાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યાં સરકાર દ્વારા ખોરાક, પાણી અને દવાઓ વગેરે આપવામાં આવે છે. હાલમાં જ્વાળામુખીના જોખમી ક્ષેત્રમાં લગભગ 3 હજાર ઘરો છે. અહીં રહેતા તમામ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

Most Popular

To Top